‘કુમકુમ ભાગ્ય’ની ફેમસ અભિનેત્રીએ કરી આત્મહત્યા

ટીવી જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેનું ૩૦ વર્ષની ઉંમરે નિધન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે ટીવી ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અહેવાલો મુજબ ઘટના મુંબઈમાં બની હતી અને સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

प्रकृति प्रेमी थीं संचिता उगले? समंदर के प्रति दीवानगी और फूलों का था  जुनून; इंस्टाग्राम तस्वीरों में दिखी झलक - Actress Sanchita Ugale Was  Nature Lover Obsessed ...

અલગ ઓળખ બનાવી

સંચિતા ઉગલે નાના પડદાની જાણીતી અભિનેત્રી હતી. તેમણે ‘કુમકુમ ભાગ્ય’, ‘વાગલે કી દુનિયા’, ‘સાજન ઘર’ અને ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’ જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. ખાસ કરીને ‘કુમકુમ ભાગ્ય’માં દિયા ટંડનની ભૂમિકાએ તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યા હતા. ઉપરાંત તેમણે વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ સહિત અન્યમાં પણ કામ કર્યું હતું.

Chhava Fame Actress Sanchita Ugale Suicide Case; Hanging Body Found Palghar  | Dance Reel Before Death

ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ચર્ચામાં

અહેવાલો અનુસાર સંચિતાના નિધન પાછળના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરિવાર અથવા પ્રતિનિધિઓ તરફથી પણ વિગતવાર નિવેદન સામે આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સંચિતાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ચર્ચામાં છે. સમાચાર સામે આવ્યાના થોડા કલાકો પહેલાં તેમણે એક રીલ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ ખુશમિજાજ અંદાજમાં જોવા મળ્યા હતા. આ પોસ્ટ જોઈને તેમના ચાહકો વધુ ભાવુક બન્યા છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સંચિતા ઉગલેના અચાનક નિધનથી ટીવી જગતે એક પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યો છે. તેમના ચાહકો અને સહકલાકારો સોશિયલ મીડિયા પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *