અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો!

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. કોવાયા ગામ નજીક એક સિંહણે માનવ શિકાર કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કોવાયા ગામ નજીક આવેલા ટીપીપી પાવર પ્લાન્ટની  સામે ઘટી હતી. અહીં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના વતની પ્રકાશ ચંદ્ર નામના યુવક પર અચાનક એક સિંહણે હિંસક હુમલો કર્યો હતો. મોડી રાત્રે પોતાના વતન નીકળેલા યુવકને સિંહણે ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો.

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા - Divya Bhaskar

ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિકો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોલીસે માંથુ અને માંસના ટૂકડા પોટલામાં બાંધ્યા - Divya Bhaskar

આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક યુવકના અવશેષોને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, સિંહણ નરભક્ષી બની હોવાની આશંકા વચ્ચે વનવિભાગ દ્વારા તેને પાંજરે પૂરવા માટે તાકીદે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હિંસક બનેલી આ સિંહણને ટ્રેક કરવા અને પકડવા માટે વનવિભાગ દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કોવાયા ગામ અને આસપાસના સીમ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વનવિભાગે સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કરી સિંહને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કર્યું - Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *