સાયબર ફ્રોડની નવી પદ્ધતિ

સ્માર્ટ ફોન થયો ઓવરહિટ બાદમાં બેંક અકાઉન્ટ થયું ખાલી

New method of cyber fraud: Smart phone overheats, then bank account is emptied, hum dekhenge news

સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ૩૨ વર્ષીય વ્યક્તિ પર સાયબર ગુનેગારોએ ચાલાકીપૂર્વક હુમલો કર્યો હતો. અંતે, તેના બેંક ખાતામાંથી હજારો રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સ્માર્ટફોન યૂઝર્સે ફેસબુક ઓપન કર્યું અને તેમાં મહિલાઓના કેટલાક ફોટોઝ દેખાયા. અને તે સાઈબર છેતરપિંડીના શિકાર થઈ ગયા.

Bihar Student Arrested for NEET UG 2026 Portal Cyber Fraud: 350 Accounts  Targeted, ETEducation

આ અંગે મુંબઈ પોલીસે જણાવ્યું કે, વ્યક્તિએ સ્માર્ટફોન પર જોખમી લિંકની સાથે અટેચ ફોટો પર ક્લિક કર્યું છે, જેમાં તેમના બેંક ખાતામાંથી ૭૦ હજાર રૂપિયા ઉપડી ગયા. તો ચાલો જાણીએ આ ઘટના અંગેની સંપૂર્ણ ડિટેઈલ…

Cyber Fraud: network of fraud and new threats of technology arising  everyday world of fraud | Jansatta

પોલીસે જણાવ્યું છે કે, વિક્ટિમ એક દિવસ સ્માર્ટફોન પર ફેસબુક જોઈ રહ્યો હતો, ત્યારે ફેસબુકમાં ઉપસ્થિત ફોટો જોવા લાગ્યો, જેમાં મહિલાઓના ફોટો પણ સામેલ હતા. એ ફોટો જોવા માટે ઈમેજ પર ક્લિક કર્યું તો થોડી વાર બાદ તેમનો સ્માર્ટફોન ઓવરહીટ થવા લાગ્યો. ફોનનું એક્સેસ હેકર્સના હાથમાં પહોંચી ગયું.

Vizag man duped of Rs 80,000 by cybercrooks posing as TDP leaders |  Vijayawada News - The Times of India

બેંક ખાતામાંથી ટોટલ ૭૦ હજાર રૂપિયા ઉપડ્યા

થોડા સમય બાદ તેમના  ખાતામાંથી અનઓથરાઈઝ્ડ ઓનલાઈન ટ્રાંઝેક્શન શરૂ થઈ ગયું અને તેમનું બેંક ખાતું ખાલી થવા લાગ્યું. તેમની બેંક ખાતામાંથી કુલ ૭૦ હજાર રૂપિયા ઉપડી ગયા. શ્ખ્સે સાઈબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Online gambling among youth worries experts, one teen says sports betting  was an 'escape' - ABC News

સ્માર્ટફોન હેકિંગ દરમ્યાન ઓળખો આ સાઈન

બેટરી ઝડપથી ઉતરવી.

સ્માર્ટફોન ઓવરહીટ થવો.

અચાનક વધુ ડેટા વપરાવા.

ફોનમાં અજાણી એપ દેખાવી.

ફોનમાં વારે વારે પોપ-અપ જાહેરાત આવવી.

ફોન ધીમો થઈ જવો.

કેમેરા કે માઈક્રોફોન ઈન્ડિકેટર જાતે જ ઓન થઈ જવું.

How to Text a GIF on iMessage & Android Messaging Software

ફોન હેક થાય તો બચાવ માટે કરો આ કામ

સ્માર્ટફોન જો અચાનક જ કોઈ હેક કરી લે તો એવી સ્થિતિમાં બચાવ માટે આ કામ કરવું જોઈએ. એવી સ્થિતિમાં સ્માર્ટફોનનું ઈન્ટરનેટ અને વાઈફાઈ બંધ કરી દેવું. ફોનને ફ્લાઈટ મોટમાં પણ નાખી શકો છો. તુરંત જ ફોનમાંથી બેંકિંગ એપ્સ અનઈન્સ્ટોલ કરવી. અને બેંત ખાતું તથા કાર્ડ ડિએક્ટિવેટ કરવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *