ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ!

કેન્દ્ર સરકારે દવાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે, આરોગ્ય મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી ખાંસી સહિતના તમામ પ્રકારના સિરપ ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળશે. એટલે કે હવે કોઈપણ મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ કે અન્ય સિરપ આધારિત દવાઓ ખરીદવા માટે પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી રહેશે.

India considers policy change after cough syrup deaths, a document from  PM's office, ETHealthworld

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નોટિફિકેશન જારી કરીને જણાવ્યું કે, Drugs (Drugs (5th Amendment) Rules, 2026 લાગુ કરી દેવામાં આવ્યા છે, તેના હેઠળ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સુધારા અંતર્ગત હવે ડ્રગ્સ રૂલ્સ, ૧૮૪૫ ના ‘શેડ્યૂલ K'(Schedule K)માંથી ‘Syrups’ હટાવી દેવામાં આવ્યું છે.

Cough syrup issue: Health ministry directs rational use of medication - The  Economic Times

અત્યાર સુધી ડ્રગ્સ રૂલ્સના ‘શેડ્યૂલ K’ હેઠળ કેટલીક એવી દવાઓ એવી હતી જેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સીધી મેડિકલ સ્ટોર પરથી ખરીદી શકાતી હતી, જેને સામાન્ય ભાષામાં OTC (Over-The-Counter – OTC) દવાઓ કહેવામાં આવે છે. પરંતુ હવે સરકારના નવા નિયમ બાદ કફ સિરપ સહિત તમામ પ્રકારની સિરપ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળશે. 

Govt Proposes Stricter Controls on Syrups, Seeks Removal From Schedule K

આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, આ કડક નિર્ણય દવાઓના થઈ રહેલા ખોટા અને અતિશય દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં કફ સિરપ (ખાંસીની દવા) અને અન્ય સિરપ આધારિત દવાઓનો ખોટા ઉપયોગને લઈને ચિંતાઓ સતત વધી રહી હતી.

Govt proposes stricter rules for sale of cough syrups after safety issues |  India News - Business Standard

– ઘણા કેસમાં ઓવરડોઝનું જોખમ

– બિનજરૂરી દવાનું સેવન

– બાળકોમાં ખોટો ડોઝ

– મિલાવટી (નકલી) સિરપથી નુકસાન

આ તમામ ગંભીર સમસ્યાઓ અને દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે સિરપના વેચાણ પર નિયમો વધુ કડક બનાવ્યા છે.

No prescription, No cough syrup; Central government imposes new  restrictions - KERALA - GENERAL | Kerala Kaumudi Online

નવા નિયમ લાગુ થયા બાદ હવે મેડિકલ સ્ટોર્સને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે…

– ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સિરપ ન વેચવી

– નિયમના ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી થઈ શકે છે.

Health ministry issues advisory on safe use of paediatric cough syrups  after child deaths in Madhya Pradesh - The Economic Times

સરકારે બીજો એક મોટ ફેરફાર કર્યો છે. હવેથી તમામ પ્રકારની સિરપ અને લિક્વિડ દવાઓ ‘સિંગલ-યુનિટ પેક’માં જ વેચી શકાશે.

– ૫ ml, ૧૦ ml જેવી નાની પેકિંગ

– એક જ વાર ઉપયોગમાં લઈ શકાય તેટલી દવાનો પેક

આ નિયમ ૧ જાન્યુઆરી ૨૦૨૭ થી સમગ્ર દેશમાં લાગુ થશે. 

Global Cough Syrup Market is projected to reach the value of USD 6.42  billion by 2030

જૂનો સ્ટોક વેચવા માટે કંપનીઓને ૬ મહિનાનો સમય મળ્યો છે. એવું એટલા માટે કારણ કે, ખુલ્લી બોટલથી ઓવરડોઝ અથવા તો ખોટા ડોઝનો ખતરો રહે છે અને આ સાથે જ મિલાવટ અથવા ખરાબ થવાની સંભાવના રહેતી હતી. 

– ઓવરડોઝનું જોખમ ઓછું થશે.

– બાળકો અને વૃદ્ધોની સુરક્ષા વધશે.

– દવાની ક્વોલિટી જળવાઈ રહેશે.

– મિલાવટ અને ખરાબ દવાનું જોખમ ઓછું થશે.

Coldriff Cough Syrup banned in 5 states; 23 children dead so far; petition  filed in Supreme Court demanding CBI investigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *