ફ્રાન્સમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ મુલાકાત

ફ્રાન્સમાં આયોજિત G7 સમિટ દરમિયાન વૈશ્વિક રાજકારણની એક સૌથી ચર્ચિત તસવીર સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમય પછી એકબીજાને મળ્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ સમિટની સત્તાવાર બેઠકો અને વૈશ્વિક ચર્ચાઓ વચ્ચે બંને નેતાઓએ ખૂબ જ ઉષ્માભર્યા વાતાવરણમાં મુલાકાત કરી હતી, જેણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે.

France Evian G7 Summit । PM Modi Donald Trump Meeting Tariff Talks

સમિટના સ્થળે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામસામે આવતા જ બંને નેતાઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. બંનેએ ભારે ઉત્સાહ સાથે એકબીજા સાથે હાથ મિલાવ્યો હતો. લાંબા ગાળા બાદ થઈ રહેલી આ મુલાકાતમાં બંને વચ્ચેની જૂની કેમિસ્ટ્રી અને મિત્રતા ફરી એકવાર સ્પષ્ટપણે જોવા મળી હતી.

G7 Summit France: Modi Joins, Macron Hails US-Iran Deal for Peace

આ મુલાકાત માત્ર ઔપચારિક નહોતી, પરંતુ બંને નેતાઓ વચ્ચે થોડીવાર માટે અનૌપચારિક અને હળવી વાતચીત પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ જેવા ઐતિહાસિક કાર્યક્રમો દ્વારા ભારત અને અમેરિકાના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. હવે ફરી એકવાર વૈશ્વિક મંચ પર આ બંને દિગ્ગજ નેતાઓની મુલાકાત દ્વિપક્ષીય અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Modi, Trump share warm meeting at G7 amid strained ties - Rediff.com

G7 દેશોની આ સમિટમાં વૈશ્વિક આર્થિક પડકારો, સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા ગંભીર મુદ્દાઓ પર મંથન ચાલી રહ્યું છે. આવા સમયે ભારત અને અમેરિકાના ટોચના નેતાઓ વચ્ચેની આ ઉષ્માભરી મુલાકાત દર્શાવે છે કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ કેટલું મજબૂત છે અને આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ દ્રઢ બનવાના સંકેત મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *