ટ્રાફિક ચલણ ફાટ્યું તો વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ થશે સસ્પેન્ડ

Challan : Traffic Challan for Number Plate and Black Film, See Full Details  | Challan: ટ્રાફિકના આ નિયમો તોડ્યા તો થશે એવો દંડ કે valentine Day પર આવી  જાય ગોલ્ડ રિંગ

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક નિયમોના ભંગ સામે હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. નવા નિયમો મુજબ એક જ વર્ષ દરમિયાન પાંચ કે તેથી વધુ વખત ટ્રાફિક ચલણ ફાટનાર વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ગંભીર નિયમભંગના કિસ્સાઓમાં લાઇસન્સ તાત્કાલિક ધોરણે રદ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ચલણ નહીં ભરો તો 3 જ મહિનામાં લાયસન્સ રદ, સરકાર મોટા પ્લાનિંગની તૈયારીમાં

નવા નિયમો અનુસાર ઈ-ચલણ સામે કોઈ વાંધો કે ફરિયાદ નોંધાવવી હોય તો વાહનચાલકોને ૪૫ દિવસનો સમય આપવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો રજૂ નહીં કરવામાં આવે તો સંબંધિત ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે.

if traffic police issued challan wrongly then you should these things |  ટ્રાફિક પોલીસે ખોટું ચલણ આપી દીધું છે તો કરો આ કામ, નહી આપવા પડે રૂપિયા

આ ઉપરાંત, સમયસર ઈ-ચલણની રકમ નહીં ભરવામાં આવે તો સંબંધિત વાહનને ‘વાહન પોર્ટલ’ પર બ્લોક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ બાકી રહેલા ઈ-ચલણ સમયસર ભરી દેવા અનુરોધ કર્યો છે. સરકારનું માનવું છે કે આ નવા નિયમોથી માર્ગ સલામતીમાં વધારો થશે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *