ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ

Monsoon Safety Tips:बारिश के मौसम में भूल से भी न करें ये गलतियां, खतरे में  पड़ सकती है जान - Monsoon Safety Tips Precautions To Be Taken During Rainy  Season In Hindi -

ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાની રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. પરંતુ ટ્રફ સિસ્ટમના કારણે આગામી ૬ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. હવામાન વિભાગ અનુસાર, ૨૨ જૂને સુરત, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જ્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

Gujarat Rain Today Weather Forecast Update|આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં અતિ  ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 

IMD મુજબ, ૨૩ જૂનના રોજ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મેઘગર્જના થવાની સંભાવના છે.  

Weather Forecast: Monsoon will set in Gujarat, yellow alert in South Gujarat,  know the big forecast of the Meteorological Department

૨૪ થી ૨૬ જૂનની આગાહી 

આગામી ૨૪ થી ૨૬ જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.   

Heat Wave Alert Delhi Ncr,आग उगल रहा सूरज, लू के थपेड़ों से झुलस रहे  दिल्लीवाले, तस्वीरों मे देखिए गर्मी का टॉर्चर - delhi ncr north india  heatwave alert weather forecast all latest

અમદાવાદમાં બફારો યથાવત્ રહેશે

અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટેની આગાહી મુજબ, સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે અને સાંજના સમયે કે રાત્રે એક-બે સ્પેલમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડી શકે છે. જો કે, તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. સિટીનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહેતા બફારો યથાવત્ રહેશે.  

ગુજરાતમાં વરસાદની આગાહી, અલ નીનોને લઈ એલર્ટ

દેશમાં ચોમાસાની સ્થિતિ 

ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપભેર આગળ વધી રહ્યું છે. ૨૨ જૂનના રોજ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. આગામી ૪૮ કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ ચોમાસું બેસી જવા માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે.

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું 'યલો એલર્ટ', જુઓ લેટેસ્ટ અપડેટ 2 - image

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું 'યલો એલર્ટ', જુઓ લેટેસ્ટ અપડેટ 3 - image

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું 'યલો એલર્ટ', જુઓ લેટેસ્ટ અપડેટ 4 - image

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું 'યલો એલર્ટ', જુઓ લેટેસ્ટ અપડેટ 5 - image

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું 'યલો એલર્ટ', જુઓ લેટેસ્ટ અપડેટ 6 - image

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું 'યલો એલર્ટ', જુઓ લેટેસ્ટ અપડેટ 7 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *