રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન

અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત

રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત 1 - image

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં કલા જગતની જાણીતી હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બીજા તબક્કામાં કલા, સિનેમા અને સંગીત ક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનાર ૬૫ મહાનુભાવોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યા હતા.

અલ્કા યાગ્નિક, પદ્મ ભૂષણ : સંગીત જગતમાં છેલ્લા ચાર દાયકાથી પોતાના સદાબહાર અવાજથી શ્રોતાઓના દિલ પર રાજ કરનાર દિગ્ગજ સિંગર અલ્કા યાજ્ઞિકને ‘પદ્મ ભૂષણ’ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

Rohit Sharma; Padma Awards 2026 Winners List Update | Alka Yagnik Droupadi Murmu

આર. માધવન, પદ્મશ્રી : અભિનેતા અને ફિલ્મમેકર આર. માધવનને સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે તેમના પત્ની અને પુત્ર પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહ્યા હતા.

R Madhavan Conferred Padma Shri By President Droupadi Murmu; Dhurandhar Actor Greets PM Modi | Times Now

મમૂટી, પદ્મ ભૂષણ : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર અને પાંચ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફર ખેડી ચૂકેલા મલયાલમ સુપરસ્ટાર મમૂટીને પણ ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. પિતાના આ ઐતિહાસિક સન્માનને વધાવવા માટે તેમનો પુત્ર અને જાણીતો અભિનેતા દુલકર સલમાન પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.

Watch! Malayalam cinema legend Mammootty conferred with Padma Bhushan

સતીશ શાહ, મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ : ભારતીય સિનેમા, ટીવી અને થિયેટર જગતના લોકપ્રિય કલાકાર અને અદ્ભુત કોમેડિયન દિવંગત સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’ એનાયત કરાયો છે. તેમના ભાઈ અરવિંદ શાહે રાષ્ટ્રપતિ પાસેથી આ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે ઉપસ્થિત ચાહકો અને કલાકારો ભાવુક બન્યા હતા.

Rohit Sharma Receives Padma Shri at Civil Investiture Ceremony 2026 | Daily Pioneer

Padma Awards 2026: Satish Shah Honoured Posthumously By President Droupadi Murmu; Cousin Arvind Mamania Accepts | Times Now

Supreme Court judge KT Thomas, Mammootty, others receive Padma awards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *