ટ્રમ્પને ડબલ ઝટકો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ અને સૈન્ય નીતિઓને લઈને ખુદ અમેરિકામાં જ ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. એક તરફ અમેરિકન સંસદના ઉપલા ગૃહ ‘સેનેટ’ દ્વારા ઈરાન વિરુદ્ધ ટ્રમ્પ પ્રશાસનની સૈન્ય કાર્યવાહી પર રોક લગાવતો એક મહત્ત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, તાજેતરના એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં પ્રમુખ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટીને તેમના બીજા કાર્યકાળના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

Trump Says Steve Hilton Advanced Because He Called U.S. Attorney

અમેરિકન સેનેટમાં ટ્રમ્પ પ્રશાસનની ઈરાન નીતિ વિરુદ્ધ લાવવામાં આવેલો પ્રસ્તાવ ૫૦ વિરુદ્ધ ૪૮ મતોની પાતળી સરસાઈથી પસાર થઈ ગયો છે. આ પ્રસ્તાવ અગાઉ નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ માંથી પણ પસાર થઈ ચૂક્યો છે. પ્રસ્તાવ અનુસાર, જો અમેરિકન સેના ઈરાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માંગે છે, તો તેના માટે સંસદ (કોંગ્રેસ) ની સ્પષ્ટ મંજૂરી અનિવાર્ય રહેશે. ત્યાં સુધી પ્રમુખે દળોને પાછા બોલાવવા પડશે.

Campaign Report — Trump's South Carolina test

વ્હાઇટ હાઉસે આ પ્રસ્તાવને અબંધનકર્તા (Non-binding) અને અસંવિધાનિક ગણાવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્ય પગલાં લેવાનો પ્રમુખ પાસે બંધારણીય અધિકાર છે. જો કે, ભલે આ પ્રસ્તાવથી કાનૂની અસર ન પડે, પરંતુ બંને ગૃહોમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદો દ્વારા ટ્રમ્પના યુદ્ધના અધિકારો પર સવાલ ઉઠાવવા એ વ્હાઇટ હાઉસ માટે મોટો રાજકીય આંચકો છે. હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે અને સ્વિટ્ઝરલેન્ડના જિનીવામાં શાંતિ કરારને લઈને બેઠકો પણ યોજાઈ ચૂકી છે.

More GOP challengers line up against Trump, more states cancel their  primaries

ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને દેશની આંતરિક પરિસ્થિતિને કારણે અમેરિકન નાગરિકોમાં ટ્રમ્પ પ્રશાસન પ્રત્યેનો અસંતોષ સપાટી પર આવ્યો છે. ‘રોયટર્સ/ઇપ્સોસ’ (Reuters/Ipsos) ના તાજા પાંચ દિવસીય સર્વેક્ષણના પરિણામો ચોંકાવનારા છે: ડોનાલ્ડ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ (લોકપ્રિયતા) ઘટીને માત્ર ૩૪ % રહી ગયું છે, જે તેમના બીજા કાર્યકાળનું સૌથી નીચું સ્તર છે. તેમણે આ કાર્યકાળની શરૂઆત ૪૭ % રેટિંગ સાથે કરી હતી.

Donald Trump running into more challenges while assembling cabinet

સર્વેમાં માત્ર ૨૪ % લોકોએ જ ઈરાન સામેના યુદ્ધને યોગ્ય ઠેરવ્યું છે, જ્યારે ૫૦ % લોકો માને છે કે આ યુદ્ધ તેના ખર્ચ અને નુકસાનના પ્રમાણમાં બિલકુલ નકામું હતું. આશરે ૬૩ % અમેરિકનોને એવો ભરોસો નથી કે ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલા યુદ્ધવિરામ સમજૂતીથી લાંબાગાળાની સ્થાયી શાંતિ સ્થપાશે.

Donald Trump’s administration promptly ‘addressing priorities’

પ્રમુખ ટ્રમ્પ માત્ર વિદેશ નીતિ જ નહીં, પરંતુ અમેરિકાની આંતરિક આર્થિક સ્થિતિને કારણે પણ ઘેરાયા છે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનનિર્વાહના ઊંચા ખર્ચના મુદ્દે જનતા ભારે નારાજ છે, જેના કારણે આ મોરચે તેમનું રેટિંગ સૌથી ઓછું એટલે કે માત્ર ૨૨ % નોંધાયું છે. આ ઉપરાંત તેમની કડક ઈમિગ્રેશન (આવ્રજન) નીતિ સામે પણ લોકોની નારાજગી વધી રહી છે, જ્યાં તેમની રેટિંગ ઘટીને ૩૭ % થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *