ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ ૬૫ % થી ઘટાડી ૨૫ % કરાયો

ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી ને વૈશ્વિક કક્ષાનું બિઝનેસ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન બનાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બે અલગ-અલગ જાહેરનામા બહાર પાડીને ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરના વેલ્યુ એડેડ ટેક્સ ને ૬૫ % થી ઘટાડીને સીધો ૨૫ % કરી દીધો છે. આ સાથે જ, અત્યાર સુધી ૩૦ મિલી આલ્કોહોલના સર્વિંગ પર વસૂલાતી આશરે ૨૪૦ રૂપિયાની સ્પેશિયલ ફી ને પણ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂની કિંમતોમાં મોટો ઘટાડો થશે.

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ 1 - image

વહીવટી તંત્રના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ફી નાબૂદ કરીને અને વેટમાં ભારે ઘટાડો કરીને રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં અન્ય મોટા મેટ્રો શહેરો જેવી જ કિંમતો લાવવા માંગે છે. આ સુધારા પાછળનો હેતુ અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને આકર્ષવાનો છે. વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે અગાઉની કર વ્યવસ્થાને કારણે ફિનટેક હબમાં ડ્રિંક્સ અન્ય ભારતીય મેટ્રો શહેરો કરતાં ઘણા વધારે મોંઘા પડતા હતા. જે એક મોટી વિસંગતતા હતી.

Gujarat govt eases liquor consumption rules at GIFT City; permit  requirement scrapped - The HinduBusinessLine

આ ટેક્સ ઘટાડાની વાસ્તવિક અસર સમજવા માટેની ગણતરી ખૂબ જ ચોંકાવનારી છે. અગાઉ ગિફ્ટ સિટીની વાઇન-એન્ડ-ડાઇન ફેસિલિટીમાં જે વિદેશી દારૂના ડ્રિંકની મેનૂ પ્રાઇઝ ૧૦૦ રૂપિયા હતી, તેના પર ૨૪૦ રૂપિયા સ્પેશિયલ ફી અને ૬૫ % વેટ લેખેના ૨૨૧ રૂપિયા ઉમેરાતા ગ્રાહકને તે ડ્રિંક ૫૬૧ રૂપિયામાં પડતું હતું. સરકારના નવા સુધારા બાદ હવે આ ૧૦૦ રૂપિયાનું ડ્રિંક માત્ર ૧૨૫ રૂપિયામાં મળશે. એ જ રીતે, જે પ્રીમિયમ ડ્રિંકની મેનૂ પ્રાઇઝ ૧૦૦૦ રૂપિયા હતી, તે અગાઉ ૨૫૦ રૂપિયાની ફી અને ચક્રવૃદ્ધિ વેટના કારણે ૨૦૪૬ રૂપિયામાં પડતી હતી, જે હવે ઘટીને માત્ર ૧૨૫૦ રૂપિયા થઈ જશે.

Gift City Liquor News In Hindi,गुजरात की 'गिफ्ट सिटी' में खूब छलक रहे हैं  जाम, अंग्रेजी शराब के बाद बीयर की ज्यादा बिक्री, वाइन पीने वाले कम - gujarat  govt earns 94

અત્યાર સુધી પ્રતિ બલ્ક લીટર ૮,૦૦૦ રૂપિયા લેખે (જે ૩૦ મિલી દીઠ ૨૪૦ રૂપિયા થતી હતી) તમામ કેટેગરી પર સમાન રીતે સ્પેશિયલ ફી લેવાતી હતી. જે મુંબઈ કે દિલ્હી જેવા બજારોમાં અસ્તિત્વ ધરાવતી નથી. વધુમાં, અન્ય રાજ્યો માત્ર મેનૂ પ્રાઇઝ પર વેટ લે છે, જ્યારે ગિફ્ટ સિટીમાં મેનૂ પ્રાઇઝ વત્તા સ્પેશિયલ ફીના કુલ સરવાળા પર ૬૫ % વેટ ગણાતો હતો, જેના કારણે કિંમતો આસમાને પહોંચી જતી હતી. આ અસંગત ભાવોને લીધે હોસ્પિટાલિટી ઓપરેટર્સના માર્જિન ઘટતા હતા.

GIFT CITY: 'Dry state' Gujarat allows liquor in hotels and clubs in GIFT  City - The Economic Times

આ આંતરિક કાયદાકીય સુધારા પાછળ રાજ્ય સરકાર દ્વારા હોસ્ટ થનારી ૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સ પણ એક મોટું કારણ છે. આ પ્રસ્તાવિત ગેમ્સના કેટલાક વેન્યુ ગિફ્ટ સિટીની નજીક હોવાથી અને વિદેશી મહેમાનો-ખેલાડીઓ જ્યાં રોકાવાના છે તે ઝોનમાં પણ ભવિષ્યમાં આવી જ લિબરલ લિકર પોલિસી લાગુ કરવાની ગણતરી હોવાથી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે અગાઉ ડિસેમ્બર ૨૦૨૩ માં ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં પ્રથમ વખત ઢીલ આપી હતી અને ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૫ માં પણ અન્ય નિયમો વધુ સરળ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *