‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મ

મગજ બંધ કરીને જુઓ તો જ આવશે મજા!

Welcome To The Jungle (2026) — Release Date, Cast, Story + Book Tickets via  Magicpin | magicpin blog

અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ટ્રેલર અને ડિરેક્ટર અહમદ ખાનના અગાઉના ટ્રેક રેકોર્ડને કારણે ફિલ્મ પાસેથી ખાસ અપેક્ષા નહોતી પરંતુ ફિલ્મે દર્શકોને ચોંકાવી દીધા છે.

Welcome 3 next schedule to start in Kashmir, followed by an international  schedule —

આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, જૉની લીવર, રાજપાલ યાદવ, અરશદ વારસી, રવિના ટંડન અને દિશા પટણી સહિત ૩૦ થી વધુ કલાકારો જોવા મળે છે. કોમેડી, મસ્તી અને ગજબની સ્ટારકાસ્ટથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને હસાવવામાં સફળ રહે છે. ફિલ્મની કહાની ભલે બહુ ગંભીર ન હોય પરંતુ મનોરંજનની દૃષ્ટિએ તે સારી સાબિત થાય છે.

Welcome To The Jungle : Latest News, Photos, Videos on Welcome To The Jungle  by IBC24.in

શું છે ફિલ્મની કહાની?

ફિલ્મની કહાની કાજા નામના એક અબજોપતિ બિઝનેસમેનની આસપાસ ફરે છે, જે પોતાની કાળી કમાણી બચાવવા માટે 2000 કરોડ રૂપિયાની એક ફિલ્મ બનાવવાનો પ્લાન કરે છે. તેનો હેતુ ફિલ્મને ફ્લોપ બનાવીને પૈસા ખર્ચી નાખવાનો હોય છે. તે માટે તે બે નિષ્ફળ ડિરેક્ટર દેવ અને દાસને રાખે છે અને તેમની ફિલ્મનું નામ રાખવામાં આવે છે ‘વેલકમ ટુ ધ જંગલ’. ફિલ્મમાં રાજીવ નામના ફ્લોપ હીરો તરીકે અક્ષય કુમારને લેવામાં આવે છે. સાથે જ અનેક કલાકારો અને ગેંગસ્ટરો પણ ફિલ્મનો ભાગ બને છે.

WELCOME 3 CONFIRMED STAR CAST | AKSHAY , SUNIEL , PARESH , SANJAY , ARSHAD  , JOHNNY || AKN - YouTube

ફિલ્મમાં આવે છે મોટો ટ્વિસ્ટ

કાજા ફિલ્મને ફ્લોપ બનાવવા માંગે છે પરંતુ વચ્ચે જ ઇન્કમ ટેક્સની રેડ પડી જાય છે અને તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જાય છે. હવે તેને એ જ ફિલ્મને હિટ બનાવવાની જરૂર પડે છે. આ માટે આખી ટીમ અસલી લોકેશન પર જઈને શૂટિંગ શરૂ કરે છે, જ્યાં તેમનો સામનો અસલી આતંકવાદી જતારા સાથે થાય છે. ત્યારબાદ ફિલ્મમાં અનેક કોમિક અને મજેદાર ઘટનાઓ જોવા મળે છે.

Akshay Kumar To Begin Welcome To The Jungle Shoot In Mid-December | Movies  News - News18

ફિલ્મનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ તેની સ્ટારકાસ્ટ છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને જૉની લીવર વચ્ચેની કોમિક ટાઇમિંગ દર્શકોને ખૂબ પસંદ આવે છે. ઘણા દ્રશ્યો એવા છે જ્યાં દર્શકો ખુલ્લા દિલથી હસી શકે છે. ફિલ્મ પોતાની જાતને “બ્રેનરોટ કોમેડી” તરીકે રજૂ કરે છે અને તે મુજબ મનોરંજન આપવામાં સફળ રહે છે.

Welcome to the Jungle |TRAILER (Concept)| Akshay Kumar| Sanjay Dutt |Disha  Patani | Ahmed K| 26 June

ફિલ્મનો પહેલો ભાગ વધુ મજબૂત માનવામાં આવે છે. તેમાં પાત્રો અને વિલનની સારી રીતે ઓળખાણ કરાવવામાં આવે છે. બીજા ભાગમાં કેટલીક જગ્યાએ ફિલ્મ થોડી ધીમી લાગે છે, પરંતુ ક્લાઇમેક્સ સુધી પહોંચતાં ફરી રસપ્રદ બની જાય છે. જોકે ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) કેટલાક દ્રશ્યોમાં નબળા લાગે છે, જે અનુભવને થોડો અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *