ભગવાન જગન્નાથની ૧૪૯ મી રથયાત્રા પૂર્વે આજે યોજાશે ભવ્ય જળયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા પૂર્વે આજથી ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ રહી છે. જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે પરંપરાગત જળયાત્રા, જળાભિષેક અને ભગવાનના મોસાળ પ્રસ્થાન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. આ તમામ ધાર્મિક વિધિઓને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Jagannath Rath Yatra Jal Yatra Ahmedabad | Gajvesh Darshan Today

કળશમાં જળ ભરી મંદિર પરત ફરશે

આજે સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરેથી ધજા-પતાકા, હાથી, અખાડા અને ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય જળયાત્રા નીકળશે. આ યાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગંગા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીના મધ્યમાં જઈ ૧૦૮ પવિત્ર કળશમાં જળ ભરી મંદિર પરત ફરશે. મંદિરમાં આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર વિધિ સાથે જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે.

16 જુલાઈએ યોજાશે 149મી રથયાત્રા. - Divya Bhaskar

હજારો ભક્તો દર્શનનો લાભ લેશે

સાંજે ૦૪:૦૦ વાગ્યે ભગવાન જગન્નાથજી પરંપરા મુજબ સરસપુર સ્થિત રણછોડરાય મંદિર, એટલે કે પોતાના મોસાળે પ્રસ્થાન કરશે. ભગવાન આગામી ૧૫ દિવસ સુધી અહીં વિરાજમાન રહેશે અને હજારો ભક્તો દર્શનનો લાભ લેશે. આ ધાર્મિક પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ૫૦૦ થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે, જ્યારે CCTV અને ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *