૧ જુલાઇથી ઘણા નવા નિયમ લાગુ થવાના છે, જેની દરેક વ્યક્તિ પર અસર થશે. નવા નિયમની જાણકારીના અભાવમાં તમને નાણાકીય નુકસાન પણ થઇ શકે છે.
/indian-express-gujarati/media/media_files/2026/06/29/new-rules-from-1-july-2026-2026-06-29-14-35-47.jpg)
જુલાઇ મહિના શરૂ થવાની સાથે જ અમુક નવા નિયમો લાગુ થવાની સાથે સાથે કેટલાક નિયમોમાં ફેરફાર થવાની છે, જેની સીધી અસર દરેક વ્યક્તિના ખિસ્સા પર થવાની છે. સરકાર દ્વારા સમયાંતરે સમીક્ષા કરીને નિયમોમાં ફેરફાર કરે છે, જેથી લોકોને સારી સુવિધા મળી રહે. અહીં આવા ૫ નિયમ વિશે જાણકારી આપી છે, જે ૧ જુલાઇથી તમારા પર લાગુ થશે. ચાલો જાણીયો આ ક્યા નિયમ છે અને તેની શું અસર થશે?
![]()
આધાર કાર્ડ ફ્રી અપડેટ
યુઆઈડીએઆઈ એ ૧ જુલાઇથી આધાર કાર્ડ પર રજિસ્ટર્ડ ઇમેલ એડ્રેસ અપડેટ કરવા પર વસૂલવામાં આવતી ૭૫ રૂપિયાની ફી નાબૂદ કરી છે. આ મફત સુવિધા આગામી છ મહિના એટલે કે ૩૧ ડિસેમ્બર ૨૯૨૬ સુધી મળે છે. જો કે ત્યારબાદ આ સેવા માટે ચાર્જ ચૂકવવો પડશે.

એલપીજી ગેસ સિલિન્ડર કિંમત
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દરેક વ્યક્તિને અસર કરે છે. સરકારી ઓઇલ અને ગેસ કંપનીઓ દ્વારા દર મહિનાની ૧ તારીખે રાંધણગેસ સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે. વૈશ્વિક બજારોમાં ઇંધણની ભાવમાં વધઘટ અનુસાર એલપીજી સિલિન્ડરની કિંમતને સુસંગત કરાય છે. નોંધનિય છે કે, ઇરાન યુએસ યુદ્ધ બાદ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩ થી ૪ વખત વધારો કરાયો છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/26/passport-fees-increase-2026-06-26-09-13-05.jpg)
પાસપોર્ટ ફી વધી
પાસપોર્ટ બનાવવા કે રિઇશ્યૂ માટે ૧ જુલાઇથી વધારે રૂપિયા ચૂકવવા પડશે. હકીકતમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ફી વધારી છે, જે નવા અને રિઇશ્યૂ બંને પર લાગુ થશે. નવા નિયમ મુજબ ૩૬ પાનાાનાં નવા પાસપોર્ટ કે રિ ઇશ્યૂ પાસપોર્ટ માટે હવે તમારે ૨૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે, જેની ફી અગાઉ ૧૫૦૦ રૂપિયા હતી. ઉપરાંત તત્કાલ પાસપોર્ટ માટેના દર ૩૫૦૦ રૂપિયા થી વધારીને ૫૦૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે.

એસબીઆઈ અને એચડીએફસી ક્રેડિટ કાર્ડ નિયમ
એસબીઆઈ કાર્ડ દ્વારા અમુક ફોનપે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ માટે રિવોર્ડ પોઇન્ટ પ્રોગ્રામમાં ફેરફાર કર્યો છે, જે ૧ જુલાઇ ૨૦૨૬ થી લાગુ થશે. આ અસરગ્રસ્ત કાર્ડમાં ફોનપે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ PURPLE અને ફોનપે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ SELECT BLACK સામેલ છે. રિવોર્ડ પોઇન્ટ મેળવવાની નવી મર્યાદા અને એવા ટ્રાન્ઝેક્શનની એક લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે જેના પર કોઇ રિવોર્ડ પોઇન્ટ મળશે નહીં.

તેવી જ રીતે એચડીએફસી ક્રેડિટ કાર્ડના નિયમ પણ બદલાયા છે. ૧ જુલાઇ ૨૦૨૬ થી એચડીએફસી ક્રેડિટ કાર્ડ ધારક પ્રત્યેક કેલેન્ડર ત્રિમાસિકમાં ૩ વખત ફ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જનો ફાયદો ઉઠાવી શકશે. જો કે તેની માટે તેમણે પાછલા કેલેન્ડર ત્રિમાસિકમાં ઓછામાં ઓછા ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ કરેલો હોવો જોઇએ.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/24/itr-filing-2026-1-2026-06-24-09-56-09.jpg)
આઈ.ટી.આર. ફાઇલ કરવાની અંતિમ તારીખ
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઇ ૨૦૨૬ છે. આથી છેલ્લ ઘડીએ આઈ.ટી.આર. ફાઇલ કરતી વખતે ભૂલ થવાથી બચવા માટે વહેલાસર આવકવેરો દાખલ કરવો જોઇએ. જો અંતિમ તારીખ ચૂકી ગયા તો આઈ.ટી.આર. ફાઇલ કરવા માટે દંડ ચૂકવવો પડશે.

ખોટી રીતે બેંક પ્રોડક્ટનું વેચાણ રોકવા આરબીઆઈ ના નવા નિયમ
આરબીઆઈ એ બેંકો દ્વારા ફાઈનાન્સિયલ પ્રોડક્ટ ખોટી રીતે વેચાણ રોકવા માટે નવા નિયમ જાહેર કર્યા છે, જે ૧ જુલાઇ ૨૦૨૬ થી લાગુ થશે. નવા નિયમ મુજબ, જે ગ્રાહકોને ખોટી રીતે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ વેચવામાં આવ્યા છે, તેઓ રિફંડ અને નુકસાનનું વળતર મેળવવા માટે હકદાર રહેશે.

ટ્રેન પ્રવાસ માટે નવા નિયમ
રેલવે દ્વારા ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો પાસેથી બમણો દંડ વસૂલવાના નિયમો લાગુ કર્યા છે. ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરનાર વ્યક્તિ પાસેથી ૨૫૦ રૂપિયાના બદલે હવે ૫૦૦ રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મહિલા કોચમાં મુસાફરી કરનાર પુરૂષ પાસેથી ૨૫૦૦ રૂપિયા સુધી દંડ વસૂલવામાં આવશે. અન્ય કોઇ વ્યક્તિના નામની ટિકિટ પર ટ્રેનમાં મુસાફરી કરતા પકડાશે તો પણ દંડ થશે.
