શાંતિ વાર્તા અદ્ધરતાલ!

કતારના પાટનગર દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે મંગળવારે યોજાનારી સંભવિત વાતચીત અત્યારે સંપૂર્ણપણે અદ્ધરતાલ લટકી ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાનનું પ્રતિનિધિમંડળ દોહામાં મુલાકાત કરવાનું છે. પરંતુ, આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાને સ્પષ્ટ નકારો ભણી દીધો છે કે આગામી દિવસોમાં અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીતનો કોઈ કાર્યક્રમ નક્કી નથી.

US, Iran agree to halt attacks, peace talks to begin in Qatar tomorrow -  WORLD - AMERICA | Kerala Kaumudi Online

Iran demands urgent release of $12 billion frozen in Qatar before advancing  peace talks with US

તણાવ ઓછો થયા બાદ ફરી ભડકો

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે હજુ થોડા દિવસો પહેલા જ બંને દેશો વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં સૈન્ય સંઘર્ષ સમાપ્ત કરવા માટે એક ડીલ થઈ હતી. એવું લાગી રહ્યું હતું કે મિડલ ઈસ્ટનું મહાયુદ્ધ હવે શાંતિની દિશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ અચાનક હોર્મુઝમાં જહાજોની અવરજવર અંગે નવો વિવાદ શરૂ થયો, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના શહેરો પર ભારે બોમ્બમારો પણ કર્યો હતો.

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ જીવિત છે કે નહીં? અમેરિકાના  વિદેશમંત્રીએ શું કહ્યું? - BBC News ગુજરાતી

ઈરાનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

Rethinking at the White House: Trump administration considers more AI  oversight | heise online

ટ્રમ્પનો દાવો અને વ્હાઇટ હાઉસની મંજૂરી

આશ્ચર્યની વાત એ છે કે ઈરાનનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટના થોડા જ સમય બાદ આવ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર દાવો કર્યો હતો કે ખુદ ઈરાને જ આ વાતચીત માટે વિનંતી કરી હતી. ત્યારબાદ વ્હાઇટ હાઉસ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશ્નર આ હાઈ-લેવલ મીટિંગ માટે દોહા જવા રવાના થવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *