
ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જીએસઆરટીસી ના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (ડીએ)માં ૩ % નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

એસટીના કર્મચારીઓને અત્યારસુધી ૫૫ % પ્રમાણે મોંઘવારી ભથ્થું મળતું હતું. જો કે, હવે તેમાં વધારો થતાં કર્મચારીઓને ૫૮ % ડીએ મળશે.



એસટી નિગમના અધિકારી-કર્મચારીઓ માટે ૩ % નો મોંઘવારી ભથ્થાનો વધારો જુલાઈ-૨૦૨૬ થી (પેઇડ ઈન ઓગસ્ટ-૨૦૨૬) મંજૂર કરાયો છે. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે, ત્યારે એસટી ના કર્મચારીઓને રૂ.૨૪ કરોડથી વધુનો સીધો ફાયદો થશે.
