ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શુક્રવારે(૩ જુલાઈ) ધોરણ-૧૦ (SSC), ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-૧૦ નું ૩૩.૦૫ %, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૬૦.૮૬ % અને વિજ્ઞાન પ્રવાહનું ૨૭.૩૬ % પરિણામ આવ્યું છે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પૂરક પરીક્ષાના પરિણામ મુજબ, ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ ની બોર્ડની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી SSC પરીક્ષા જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષા માટે કુલ ૧,૨૧,૪૩૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૯૩,૩૨૧ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી ૩૦,૮૪૫ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ ૩૩.૦૫ % આવ્યું છે.
તેવી જ રીતે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં જૂનની પૂરક પરીક્ષા માટે કુલ ૪૦,૨૩૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૩૩,૯૪૪ ઉમેદવારોએ પરીક્ષા આપતાં કુલ ૨૦,૬૫૮ પાસ થયા છે. આમ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની જૂન ૨૦૨૬ માં લેવાયેલી પૂરક પરીક્ષાનું સમગ્ર રાજ્યનું ૬૦.૮૬ % પરિણામ આવ્યું છે.



જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં નોંધાયેલા ૧૮,૫૪૯ પરીક્ષાર્થીમાંથી ૧૫,૧૨૦ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી ૪,૪૧૧ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. જેનું ૨૭.૩૬ % પરિણામ રહ્યું છે.


