૧૮ વર્ષ જૂના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટનો ચુકાદો

અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન સ્વીપ: 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ ઝડપ્યા

૨૦૦૮ ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપશે. વર્ષો સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ આવનારો આ નિર્ણય પીડિત પરિવારો, આરોપીઓ અને સમગ્ર રાજ્ય માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

2008માં સિરિયલ બ્લાસ્ટે અમદાવાદને હચમચાવી નાંખ્યું હતું - Divya Bhaskar

21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ

બે જીવતા બોમ્બ પણ મણિનગરમાંથી મળી આવ્યા હતા

બ્લાસ્ટમાં 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા

આજીવન કેદની સજા ફટકારી

૨૬ જુલાઈ, ૨૦૦૮ ના રોજ અમદાવાદ શહેરના ૨૦ અલગ-અલગ સ્થળોએ ૨૧ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ભયાનક આતંકી હુમલામાં ૫૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૨૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું અને રાજ્યના ઇતિહાસના સૌથી મોટા આતંકી હુમલાઓમાં સ્થાન મેળવ્યું હતું. લાંબી તપાસ અને કોર્ટમાં ચાલેલી સુનાવણી બાદ અમદાવાદની વિશેષ સેશન્સ કોર્ટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ૩૮ આરોપીઓને ફાંસીની સજા અને ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ફાંસીની સજાની કાનૂની પુષ્ટિ માટે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીજી તરફ, સજા પામેલા ૪૮ આરોપીઓએ સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલો દાખલ કરી હતી.

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઘટનાના 13 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટ સંભળાવશે ચુકાદો |Tv9News

આજે જાહેર કરવામાં આવશે

ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર કરવામાં આવશે. હાઈકોર્ટનો નિર્ણય માત્ર આરોપીઓના ભવિષ્ય માટે જ નહીં, પરંતુ આતંકવાદ વિરોધી કેસોમાં કાનૂની દિશા નક્કી કરનારો મહત્વપૂર્ણ ચુકાદો પણ બની શકે છે. સમગ્ર રાજ્યની નજર આજે ગુજરાત હાઈકોર્ટના આ ઐતિહાસિક નિર્ણય પર છે. ચુકાદો જાહેર થયા બાદ પીડિત પરિવારોને લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થવાની આશા છે.

ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *