વરસાદી પરિસ્થિતીની સમીક્ષા કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી છે. તેમજ આવતીકાલે સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લેશે.

વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ  યુદ્ધના ધોરણે સમારકાર કરો | CM Bhupendra Patel Reviews Rain-Damaged Roads &  Bridges in Gujarat ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ગુજરાતમાં ભારે વરસાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે "ઝીરો કેઝ્યુલીટી" અભિગમ  સાથે કામ કરવા તંત્રને આદેશ - Rain in Gujarat

પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે.

CM Bhupendra Patel conducted an aerial inspection of the areas affected by  unseasonal rains

આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીશ્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટી તંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Gujarat CM Bhupendra Patel Visit Kadvasan Village Gir Somnath; Reviews Crop  Damage

મંત્રીએ વધુ એક મહત્વના વિષય અંગે માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ ગુજરાત માટે એક સુદ્રઢ અને સર્વગ્રાહી ‘EV ચાર્જિંગ સ્ટેશન’ અંગેની પોલિસી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે.

Gujarat Banaskantha Flood Situation; CM Bhupendra Patel Visit PHOTOS VIDEOS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *