લોકરક્ષક કેડર ભરતીના ઉમેદવારો માટે ખુશખબર

ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/૨૦૨૫૨૬/૧ લોકરક્ષક કેડરની ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ભરતી બોર્ડે ગુણ જાહેર કર્યા છે. ભરતી બોર્ડે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે, ત્યારે ઉમેદવારો પોતાનો રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સહિતની વિગત નાખીને પોતાના માર્ક્સ જોઈ શકશે.

Gujarat police announces final Lokrakshak recruitment dept result 2025  Total 11,899 candidates selected including 8,782 male & 3,117 female

ભરતી બોર્ડ અનુસાર, શનિવારે(૧૧ જુલાઈ, ૨૦૨૬) લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક્સ જાહેર કરાયા છે. ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://formonline.co.in/LRDC44E2WD26/ પર જઈને ઉમેદવારો પોતાના રોલ નંબર સહિતની વિગતો ભરીને માર્ક્સ જોઈ શકશે.

રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/૨૦૨૫૨૬/૧ લોકરક્ષક કેડરની કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ માટે ૧૪ જૂને ૮૭૯ શાળા/કોલેજોમાં ૨.૬૩ લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ હતી. લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત ૨ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧.૭૩ લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ ૮૯,૪૦૫ મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ ૨,૬૩,૩૪૫ લાખથી વધુ ઉમેદવારોએ LRDની લેખિત પરીક્ષા આપી હતી.

Gujarat Police Physical Date 2026 Soon for 13591 Constable & SI Posts,  Check Details Here

લોકરક્ષક કેડર – કુલ ૧૨,૭૩૩ જગ્યા

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: ૬૯૪૨

  • હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: ૨૪૫૮

  • હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):૩૦૦૨

  • જેલ સિપાહી (પુરુષ): ૩૦૦

  • જેલ સિપાહી (મહિલા /મેટ્રન): ૩૧

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *