સુપર ટાઈફૂન ‘બાવી’ ભારત માટે પણ બનશે ખતરો?

ચીન, તાઈવાન, જાપાનમાં હાઈ એલર્ટ

After almost 11 days of being active, Typhoon Bavi is about to make its  final landfall as a large Category 1 typhoon near Wenzhou, China...

ચાઇના પહેલાથી જ ટાયફૂન મેયસાકની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું છે. એવામાં પેસિફિક ઓશનમાં બનેલા સુપર ટાયફૂન બાવીએ અનેક એશિયન દેશો માટે ખતરો ઉભો કર્યો છે.

Super Typhoon Bavi | CIRA Satellite Library

સુપર ટાયફૂન બાવી

પશ્ચિમ પેસિફિક ઓશનમાં બનેલા સુપર ટાયફૂન બાવીએ અનેક એશિયન દેશો માટે ખતરો ઉભો કર્યો છે. જેમાં લગભગ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને લગભગ ૧૦૦૦ કિલોમીટરના ગાળા સાથે આ તુફાનને તાજેતરના વર્ષોમાં સૌથી મોટા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોમાંનું એક માનવામાં આવે છે. તેની સીધી અસર ચીન, તાઇવાન અને જાપાન પર થઈ શકે છે. જેમાં ભારતના ચોમાસા પર પણ તેની અસર જોવા મળી શકે છે.

Landslides Shut Uttarakhand & Himachal Roads | Heavy Rain Disrupts UP

ભારતના મોનસુન પર અસર

ભારતમાં સાઉથવેસ્ટ ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. પરંતુ હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ તસવીરોએ ચિંતાજનક સંકેતો બતાવી રહી છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસું ખૂબ સક્રિય છે, આ વિસ્તારોમાં ગાઢ વાદળો છવાયેલા છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વાદળોની એક્ટીવીટી કમજોર છે. જેમાં હવામાન એક્સપર્ટની આગાહી મુજબ આગામી થોડા દિવસો સુધી આ વિસ્તારોમાં વરસાદ ઓછો રહી શકે છે.

15 killed in Philippines as biggest typhoon in decades nears Taiwan - World  - DAWN.COM

સુપર ટાયફૂન બાવી મોનસુન કરી શકે છે સ્લો

હવામાન એક્સપર્ટના મતે ફિલિપાઇન્સની નજીક પેસિફિક મહાસાગરમાં રચાયેલ સુપર ટાયફૂન બાવી ઝડપથી તાઇવાન અને ચીન તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ભારતથી આશરે ૩૦૦૦ થી ૪૦૦૦ કિલોમીટર દૂર છે. પરંતુ બંગાળની ખાડી સુધી તેની અસર અનુભવાઈ રહી છે.

File:2022 CIMSS 01B One visible infrared satellite loop.gif - Wikimedia  Commons

બંગાળની ખાડી

એક્સપર્ટ અનુસાર, જ્યાં સુધી વાવાઝોડું ચીન તરફ ન વધે ત્યાં સુધી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી સિસ્ટમ બનવાની શક્યતા ખૂબ ઓછી છે. આથી આગામી બે થી ત્રણ દિવસમાં દેશના ઘણા ભાગોમાં વરસાદની એક્ટીવીટી કમજોર પડી શકે છે. જો નવી ચોમાસાની સિસ્ટમ સમયસર બનશે નહીં તો વધુ વરસાદ માટે લગભગ એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે.

Northern China braces for heavy rains as Bavi nears | Reuters

૧૧ જુલાઈએ ચાઈનામાં લેન્ડફોલ

ચાઈનાના હવામાન કેન્દ્ર મુજબ, સુપર ટાયફૂન બાવી ૧૧ જુલાઈએ ચાઈનાના ફુજિયાન પ્રાંતમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. તે પહેલાં તે ઉત્તરી તાઇવાનની ખૂબ નજીકથી પસાર થશે. જેમાં તાઇવાનની હવામાન એજન્સીએ ચેતવણી આપી છે કે આ ૧૯૮૭ પછીનું સૌથી મોટું વાવાઝોડું હોઈ શકે છે. જેમાં રાજધાની તાઇપેઈની આસપાસના પર્વતીય વિસ્તારોમાં એક મીટર સુધી વરસાદ પડી શકે છે. આ વિનાશની તૈયારી કરવા માટે ૨૯,૦૦૦ સૈનિકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં દરિયાકાંઠાના શહેરોમાં માછીમારોએ તેમની બોટને સુરક્ષિત બંદરો પર ખસેડી દીધી છે, જ્યારે રહેવાસીઓ તેમના ઘરોને સુરક્ષિત રાખવા માટે રેતીની થેલીઓનો સંગ્રહ કરી રહ્યા છે.

Super Typhoon Bavi strikes US Pacific islands with pummeling winds

જાપાનમાં ૨૫૨ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે?

આ અંગે જાપાન હવામાન એજન્સીએ ઓકિનાવાથી દૂર સાકિશિમા ટાપુઓ માટે હાઈ એલર્ટ જારી કર્યું છે. અહીંયા શનિવાર સુધીમાં પવન ૨૫૨ કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે. ૫૦ મીમી પ્રતિ કલાક સુધી વરસાદ ૨૪ કલાકમાં ૩૦૦ મીમી વરસાદ ૧૦-મીટર મોજા, તોફાની મોજા અને દરિયાકાંઠાના પૂરનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

Slithering snakes, lakhs on the run: Twin typhoons batter China; scary  visuals emerge - The Times of India

ચાઈના પહેલાથી જ ટાયફૂન મેયસાકની વિનાશક અસરોથી પરેશાન

સુપર ટાયફૂન બાવી ત્રાટકે એના પહેલાં ચાઈના અગાઉથી જ ટાયફૂન મેયસાકની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું હતું. જેમાં ગુઆંગશી પ્રાંતમાં અત્યાર સુધીમાં ૩૯ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે નવ ગુમ થયા છે. હાંગઝોઉમાં ડેમ તૂટવાને કારણે આવેલા પૂરમાં ૨૬ લોકોના મોત થયા હતા. જ્યારે ગુઇગાંગ પ્રાણી સંગ્રહાલયમાં પૂરને કારણે ત્રણ સિંહોના મોત થયા હતા અને ૧૦૦ થી વધુ પ્રાણીઓને તેમના વાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પૂરમાં ફસાયેલા ૧૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રેસ્ક્યુ કરાયા હતા.

Super Typhoon Bavi Puts China on High Alert as 216 km/h Winds and Up to 500  mm of Rain Threaten Zhejiang, Fujian, Shandong, Hunan, and Key Travel  Corridors Across Eastern China– A

ભારતમાં વધશે ચિંતા ?

હવામાન એક્સપર્ટ અનુસાર, સુપર ટાયફૂન બાવીની સીધી અસર ભારત પર નહીં પડે પરંતુ તે ચોમાસાની ઋતુ પર પરોક્ષ રીતે અસર કરી શકે છે. જો બંગાળની ખાડીમાં નવી હવામાન સિસ્ટમમાં વિલંબ થાય તો ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક હિસ્સામાં થોડા દિવસો માટે વરસાદ કમજોર પડી શકે છે. જેમાં નવી સિસ્ટમમાં બન્યા બાદ ચોમાસું ફરી શરૂ થવાની શક્યતા છે.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *