ગુજરાતમાં ૧૬ જુલાઈથી ફરી બદલાશે હવામાન

હવામાન અપડેટ: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર, 16 રાજ્યોમાં અતિ ભારે વરસાદની  ચેતવણી - Tunku Ne Tach | Gujarat Samachar

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિવિધિ નબળી પડતાં ઉકળાટ અને ગરમીમાં વધારો થયો છે. હવે હવામાન વિભાગે ૧૬ જુલાઈથી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરી છે.

Gujarat braces for week-long monsoon onslaught: 4 weather systems active  simultaneously; flood alerts for South Gujarat & Saurashtra

વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ

ગુજરાતમાં ચોમાસું એકાએક ગાયબ થઈ જતાં લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, પરંતુ હજુ પણ અનેક જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Rain has been continuing in Jaipur for 2 days. After heavy rain on Thursday morning, the coolness in the air has increased.

વરસાદની કોઈ ખાસ શક્યતા દર્શાવવામાં આવી નથી

હવામાન વિભાગ અનુસાર આજે ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની કોઈ ખાસ શક્યતા દર્શાવવામાં આવી નથી.

Heavy rainfall and strong winds lash Jaipur Thunderstorm and rain alert  issued weather likely to change from tomorrow

રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી

હવામાન વિભાગે ૧૬ થી ૨૦ જુલાઈ ૨૦૨૬ દરમિયાન પણ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Rain alert in 18 districts of Rajasthan today Rainfall expected across the  state on October 5 & 6 with thunderstorms & lightning

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી શકે

આગામી દિવસોની આગાહી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ અનુસાર ૨૧ થી ૨૪ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે. આ સમયગાળા દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

Monsoon 2024: ગુજરાતમાં આ દિવસથી તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં  વાવણી જેવો વરસાદ થશે? - BBC News ગુજરાતી

શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ

અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી આસપાસ રહી શકે છે. રાજકોટમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી રહી શકે છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જ્યાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહી શકે છે. વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે.

Rajasthan records seventh-wettest monsoon in 125 years: Incessant rain  revives dry Luni river; flood-like conditions in 5 districts

વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત નજીકના દરિયામાં સર્જાયેલા તીવ્ર દબાણના ફેરફારને કારણે આગામી ૧૮ જુલાઈ ૨૦૨૬ સુધી દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા, પોરબંદર, મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ અને દહેજ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ૪૫ થી ૫૫ કિમી પ્રતિ કલાક તેમજ કેટલાક સમયે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની અને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *