આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યો રામબાણ આયુર્વેદિક ઉપાય
/indian-express-gujarati/media/media_files/2026/07/16/ayurvedic-remedy-to-remove-bad-breath-acharya-balakrishna-divya-dhara-2026-07-16-22-01-30.jpg)
જો તમે પણ મોંની અસહ્ય દુર્ગંધથી પરેશાન હોવ અને શરમ અનુભવતા હોવ તો આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ જણાવેલો આ ખાસ ઘરેલું આયુર્વેદિક ઉકાળો બેક્ટેરિયાનો નાશ કરીને શ્વાસને એકદમ તાજા બનાવશે.

ઘણા લોકો પોતાની ખરાબ ઓરલ હાઈજીન અથવા ખોરાકના કણો જામી જવાને કારણે શ્વાસની દુર્ગંધથી પીડાતા હોય છે. આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ તેના કાયમી ઉકેલ માટે વરિયાળીના ઉકાળેલા પાણીમાં પતંજલિની દિવ્યધારા દવાના ૨-૩ ટીપાં અને થોડું સિંધવ મીઠું મિક્સ કરીને કોગળા કરવાની અકસીર રીત જણાવી છે.

મોંની દુર્ગંધ દૂર કરવાની આયુર્વેદિક રીત
આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું છે કે, વરિયાળી ઉકાળો. વરિયાળીના પાણીમાં દિવ્યધારા દવા મિક્સ કરો. આ દવામાં નીલગિરીનું તેલ, લવિંગનું તેલ, કપૂર વગેરે હોય છે. ઉકાળેલા વરિયાળીના પાણીમાં આના બે-ત્રણ ટીપાં નાખો. તમારે લગભગ 400 મિલી પાણી લેવું પડશે. તેમાં ફક્ત બે થી ત્રણ ટીપાં નાખો. પછી તમારે આ મિશ્રણથી કોગળા કરવા પડશે. જો તમે ઇચ્છો તો તમે તેમાં થોડું સિંધવ મીઠું પણ ઉમેરી શકો છો. આનાથી મોંની દુર્ગંધ દૂર થશે.

આ બાબતો ધ્યાનમાં રાખો
જમ્યા પછી મીઠાઈ ખાવાનું ટાળો. જો તમે મીઠાઈ ખાતા હોવ તો તરત જ કોગળા કરો. દિવસમાં બે વાર બ્રશ કરો, સવારે એક વાર અને રાત્રે બીજી વાર સૂતા પહેલા. જીભની સ્વચ્છતાનું ધ્યાન રાખો. માઉથવોશને આદત બનાવો.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )

ડિસ્ક્લેમર: વિશ્વ સમાચારએ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડૉક્ટરની સલાહ લો.