હાઈકોર્ટનો સરકારને કડક આદેશ

‘થોળ-નળ સરોવર જેવા ઈકો સેન્સીટીવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવો’

Gujarat HC issues stern warning over plastic waste disposal, orders action  against violators | Gujarat Samachar

ગુજરાતમાં નળ સરોવર, થોળ પક્ષી અભ્યારણ્યમાં જેવા સ્થળોએ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. નળ સરોવર, થોળ જેવા ઈકો સેન્સિટિવ ઝોન ખાતે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. આ મામલે સરકારના તમામ સંબંધિત વિભાગોએ હાઈકોર્ટમાં સોંગદનામા રજૂ કર્યા હતા.

Gujarat produces 2.71 lakh tonnes of plastic waste in one year | Gujarat  Samachar

હાઇકોર્ટે સરકારને એવી સૂચના આપી હતી કે, નળ સરોવર જેવા પક્ષીના અભ્યારણ્ય ગણાતા તળાવોમાં બોટિંગને નિયમિત બનાવો. જેમકે તેના માટે લાયસન્સ ફરજિયાત કરો. તેમજ અભ્યારણ્ય પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવો. હાઈોકોર્ટે સ્પષ્ટ કર્યું કે, બોટિંગને બંધ કરવાની વાત નથી પરંતુ અહીં જતાં તમામ પ્રવાસીઓએ ફરજિયાત સ્ટીલની બોટલો વાપરવા સહિતનું ધ્યાન રાખવાનું રહેશે.

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સંઘર્ષ : પર્યાવરણ બચાવવાનો સંકલ્પ

સરકારને ટકોર કરતાં કોર્ટે જણાવ્યું કે, રાજ્યમાં આવેલા વિવિધ પક્ષી અભ્યારણ્ય ખાતે પિકનિકમાં જતાં પ્રવાસીઓ પોતાની સાથે જમવાની વસ્તું લઈ જતાં હોય છે. જેમાંથી કેટલાંક મુલાકાતીઓ પક્ષીઓને ખાણીપીણીની વસ્તુ ખવડાવે છે, જે બંધ કરાવો. જેમાં લોકોને જમવાની ના નથી, પરંતુ ઈકો સેન્સિટિવ ઝોનથી દૂર રાખો. આમ, પક્ષી અભ્યારણ્ય ખાતે પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુ પર પ્રતિબંધ ફરવામવો. જો કે, સમગ્ર કેસ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહએ થશે.

આ વિકએન્ડમાં નળ સરોવર જવાનું વિચારી રહ્યા હો તો ના જતા, 25-26 જાન્યુ.  દરમિયાન આ કારણથી પ્રવાસીઓ માટે રહેશે બંધ- Photos - Gujarati News | Nal  Sarovar Bird Sanctuary ...

ઈકો સેન્સિટિવ ઝોન પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધના મામલે સરકારે એવી રજૂઆત કરી હતી કે, ‘અમે કોર્ટના નિર્દેશો મુજબ પોલીસી બનાવી રહ્યા છીએ.’ જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(જીપીસીબી)એ જણાવ્યું કે, ‘ઇકો સેન્સિટિવ ઝોન ગણાતા થોળ નજીક અમે ઇન્ડસ્ટ્રી બંધ કરવા નોટિસ આપી દીધી છે. જીપીસીબી ના નિયમોનું પાલન નહીં કરતી ઇન્ડસ્ટ્રીઓને સીલ કરી દેવામાં પણ આવી છે. જીપીસીબી, સ્થાનિક સત્તાધીશો અને અન્ય સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં હાઈકોર્ટના નિર્દેશો મુજબ કાર્યવાહી શરૂ કરી દીધી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *