ઇસીસી એ વનડે વર્લ્ડ કપ ૨૯૨૭ ના ફોર્મેટમાં ફેરફાર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો. આ મુજબ મુખ્ય રાઉન્ડ હવે બીજા તબક્કાથી શરૂ થશે. ત્યારબાદ સુપર ૭, સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. જેથી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત એકબીજા સામે ટકરાશે તેવી સંભાવના છે
/indian-express-gujarati/media/media_files/2026/07/16/ind-vs-pak-2026-07-16-14-39-16.jpg)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ઇસીસી) બુધવારે વનડે વર્લ્ડ કપ ૨૦૨૭ ના ફોર્મેટમાં ફેરફાર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ મુજબ મુખ્ય રાઉન્ડ હવે બીજા તબક્કાથી શરૂ થશે. ત્યારબાદ સુપર ૭, સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. આનો અર્થ એ થયો કે વન ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત એકબીજા સામે ટકરાશે તેવી સંભાવના છે.

વન ડે વર્લ્ડ કપના નવા ફોર્મેટ મુજબ મુખ્ય ટીમો વચ્ચે પહેલા મુખ્ય રાઉન્ડ, પછી સુપર ૭ અને આ પછી સેમિફાઇનલ સહિત ત્રણ વખત ટક્કર થઇ શકે છે. નવા ફોર્મેટમાં પ્રથમ રાઉન્ડ ૧૨ માં, ૧૩ માં અને ૧૪ માં સ્થાને ક્વોલિફાય થયેલી ટીમો વચ્ચે રમાશે. ત્રણેય ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં ટકરાશે, જેમાં ટોચની ટીમ બીજા રાઉન્ડમાં ટોચના ૧૧ ને જોઇન કરશે. પછી બીજા રાઉન્ડમાં ૧૨ ટીમોને ૬-૬ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન ક્યારે-ક્યારે ટકરાઈ શકે છે?
બીજા રાઉન્ડમાં ૧૨ ટીમોને ૬-૬ ના ગ્રુપમાં વહેંચવામાં આવશે. આ દરમિયાન સ્પોન્સર્સના દબાણ અને ભારત-પાકિસ્તાન મેચના રોમાંચને જોતા ઇસીસી બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખે તેવી શક્યતા છે. જો ભારત અને પાકિસ્તાન પોતપોતાના ગ્રુપમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવે છે અને આગામી રાઉન્ડમાં પહોંચે છે, તો તેઓ સુપર ૭ રાઉન્ડમાં એકબીજા સામે ટકરાશે. જેમાં બધી ટીમો એક બીજા સામે રમશે.

સુપર ૭ પછી જો ભારત અને પાકિસ્તાન ટોપ ચારમાં સ્થાન મેળવે છે તો બન્ને સેમિફાઇનલમાં પણ સ્થાન બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો ભારત પ્રથમ સ્થાને રહે છે અને પાકિસ્તાન ચોથા સ્થાને રહે છે, તો તેઓ સેમિફાઇનલમાં એકબીજાનો સામનો કરી શકે છે. જો આનાથી વિપરીત થાય એટલે કે ભારત બીજા સ્થાને રહે છે અને પાકિસ્તાન ત્રીજા સ્થાને રહે છે તો બંને ટીમો નોકઆઉટ મેચમાં ટકરાઈ શકે છે.આમ ૨૦૨૭ ના વન ડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન ત્રણ વખત ટકરાઈ શકે છે

