અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ

૫ થી વધુ લોકોના મોતની આશંકા, ૧૫ ઈજાગ્રસ્ત

Massive explosion in illegal firecracker factory in Barabanki; 2 killed; 3  seriously injured echo heard up to 2 km away; rescue operation underway

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડા રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.

Fire brigade trying to extinguish the fire in the firecracker warehouse in Rico Peepalwa Industrial Area

અમદાવાદ શહેરના રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ૨ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

17 killed in massive fire after blast at firecracker factory in Gujarat -  India Today

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે જ અનેક એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે બચાવ અને શોધખોળની કામગીરી ચાલુ હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *