વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે

પીએમ આવાસ નજીક ધરણાં પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

PM Modi should apologise to students, resign with Shah over police action:  Rahul Gandhi

દિલ્હીમાં પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વાયનાડ સાંસદ પ્રિયંકા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

ਅਜੀਤ: ਪੰਜਾਬ ਦੀ ਆਵਾਜ਼

કોંગ્રેસ સાંસદોએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી પીએમ આવાસ સુધી આશરે ૭ કિલોમીટરની પેદલ માર્ચ કાઢી હતી. અગાઉ જંતર-મંતરથી સંસદ તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હોવાના પણ અહેવાલ છે.

Chalo Sansad' protest | More than 50 police personnel, protesters injured,  over 100 detained

પોલીસ કાર્યવાહીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે RML હોસ્પિટલ પહોંચીને ઘાયલ યુવાનોના હાલચાલ પૂછ્યા હતા. નેતાઓએ વચગાળામાં વેન્ટિલેટર સપોર્ટ પર રહેલી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીના માતા સાથે પણ મુલાકાત કરી હતી.

Rahul Gandhi says examination system 'hollowed out by termites', slams  police action during CJP protest

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિરોધ દર્શાવતા અને સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘અમે ગઈકાલે વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતા પર વડાપ્રધાન મોદી પાસે જવાબ માંગવા માટે તેમના ઘર સુધી માર્ચ કરી રહ્યા છીએ. દેશના યુવાનોનું ભવિષ્ય બગાડવા માટે વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.’

Jantar Mantar protest LIVE | CJP's Abhijeet Dipke reiterates protest will  go on, asks students not to lose hope

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *