મહાયુદ્ધની શરૂઆત?

ઈરાન સામે કુવૈત અને બેહરીન મેદાને, પહેલીવાર સીધા સૈન્ય પ્રહાર

Yemen condemns Iranian missile and drone attacks on Kuwait, Bahrain, Qatar,  and Jordan. » YEMEN TV

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટક્ષેત્રમાં યુદ્ધ વધુ વકર્યું છે. ઈરાન દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓના જવાબમાં હવે અખાતી દેશો પણ સીધા યુદ્ધમાં કૂદી પડ્યા છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર, બેહરીન અને કુવૈતે પ્રથમ વખત ઈરાન પર સીધા સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે.

Bahrain and Kuwait strike Iran in unprecedented Gulf retaliation

બેહરીન અને કુવૈતે ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને મહત્ત્વના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ જવાબી કાર્યવાહીમાં સાઉદી અરેબિયા બંને દેશોને ઈન્ટેલિજન્સ (ગુપ્ત માહિતી) અને ડિફેન્સિવ એર કવર આપીને મદદ કરી રહ્યું છે.

BETRAYAL BRINGS CONSEQUENCES! #Iran #Bahrain #Tehran #Kuwait #Riyadh

અત્યાર સુધી કુવૈત અને બેહરીન જેવા અખાતી દેશો માત્ર પોતાની આત્મરક્ષા પૂરતી જ કામગીરી કરતા હતા. ઈરાન તરફથી આવતા ડ્રોન કે મિસાઈલોને હવામાં જ તોડી પાડવા સુધી જ તેમની સક્રિયતા સીમિત હતી, જેથી યુદ્ધ વધુ ન વકરે. પરંતુ ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાઓને જોતા હવે આ દેશોએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે.

US-Iran War News Updates: Trump Says Tehran Has Not Paid 'Big Enough Price'  as IRGC

ઈરાન લાંબા સમયથી એવા દેશોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં અમેરિકાના સૈન્ય બેઝ આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *