વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર

નીટ પેપરલીક મામલે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ આખરે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા.

