ફેસબુક પર બ્લોક થયો પીએમ મોદીનો વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (Meta) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને ફેસબુક પર પ્રતિબંધિત કરવા મામલે સત્તાવાર રીતે માફી માંગવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘટના પાછળ કોઈ ઈરાદાપૂર્વકનું પગલું નહીં, પરંતુ એક ટેક્નિકલ ખામી જવાબદાર હતી. મેટાના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “સંબંધિત કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને હવે તેને સફળતાપૂર્વક રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.”

ફેસબુક પર બ્લોક થયો PM મોદીનો વીડિયો, મેટાની સ્પષ્ટતા- ટેકનિકલ ખામી હતી

લોકો અને ટેકનોલોજી વિશેષજ્ઞોએ આ પગલાની આકરી ટીકા કરી હતી. અનેક લોકોએ તેને ‘બિગ ટેક’ કંપનીઓની મનમાની અને અતિશય હસ્તક્ષેપ ગણાવ્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઈપણ પ્રકારની કાનૂની મંજૂરી કે યોગ્ય કારણ વગર દેશના વડા જેવા સર્વોચ્ચ પદ પર રહેલી વ્યક્તિના સોશિયલ મીડિયા કન્ટેન્ટને સેન્સર કરવું એ ગંભીર વિષય છે.

આ ટીકાઓ અને વિવાદ બાદ મેટાએ પોતાની ભૂલ સ્વીકારી છે અને વીડિયોને ફરીથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવ્યો છે. જો કે, આ ઘટનાએ સોશિયલ મીડિયા કંપનીઓની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પર ફરી એકવાર મોટા સવાલો ખડા કરી દીધા છે. સરકાર પણ મેટા જવી મલ્ટીનેશનલ કંપનીઓની મંશા અંગે સવાલ ઉઠાવી ચુકી છે અને પોતાની મનમાનીના અનેક કિસ્સાઓ કોર્ટ સુધી પણ પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *