ગુજરાતમાં આગામી ૩ કલાક માટે ભારે વરસાદની આગાહી

૧૩ જિલ્લામાં રેડ ઍલર્ટ

રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ ઍલર્ટ, સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ

રાજ્યમાં મેઘરાજાએ અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી માટે જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટ અહેવાલ મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન વરસાદી અકસ્માતો અને દુર્ઘટનાઓમાં ૪ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે યુવકોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Gujarat Rain Alert: Schools & Colleges Shut | Ahmedabad Heavy Rain Forecast

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના મળીને ૧૩ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર અને સુરતમાં રેડ ઍલર્ટ છે.

Gujarat Rain Alert: Orange Alert in Surat & 7 Districts | Heavy Rain  Forecast

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Alert | Heavy Rainfall Forecast in 7 Districts | Weather News

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૨૫૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકામાં સૌથી વધુ ૨૪ ઇંચ જેટલો આકાશી વરસાદ ખાબક્યો છે. રાજ્યના અન્ય ૧૨ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ મુશળધાર વરસાદ નોંધાયો છે.

Yellow alert issued in 6 Gujarat districts today; Heavy rain on first day  of Navratri, organisers worry over Garba celebrations

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. નવસારીમાં પાણી ભરાવાના કારણે વીજળીનો કરંટ લાગતાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આણંદમાં ખુલ્લી કાંસમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં ૩ બાળકો તણાયા હતા, જેમાં એક માસુમ બાળકીનું મોત થયું છે, જ્યારે ૨ બાળકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.

Ahmedabad Rain Update: DEO Notice Issued & Weather Alert in Gujarat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *