અસામાજિક તત્વોના ₹ ૧ કરોડના ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું તંત્ર

પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અને સ્થાનિક પ્રશાસને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના પીએસઆઈ ચિરાગ કોરડીયા અને પૂર્વ-કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજારના શેખ ટીંબા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

₹ ૧ કરોડની જમીન દબાણમુક્ત
પ્રોહિબિશન, છેતરપિંડી, ચોરી, ધાક-ધમકી, એન.ડી.પી.એસ, જુગાર તેમજ પશુ અત્યાચાર જેવા ગંભીર ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો. તંત્ર દ્વારા આશરે ₹ ૧ કરોડની કિંમતના ૫ જેટલા ગેરકાયદેસર મકાનોનું દબાણ દૂર કરીને જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
![]()
જેમના પર કાર્યવાહી થઈ તે આરોપીઓની યાદી:
- શબીર ઉર્ફે પિચ્છુ સુલતાનશા શેખ (છેતરપિંડી, ધાક-ધમકી)
- મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સતાર કકલ (ચોરી, NDPS)
- અબ્બાસ ઈબ્રાહીમ શેખ (ધાક-ધમકી, જુગાર ધારા)
- કાસમ ઉર્ફે ભુરો જુસબશ શેખ (પશુ અત્યાચાર એક્ટ)
- અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખ (છેતરપિંડી)

