SEBIએ રોકાણકારોને આપી ગંભીર ચેતવણી

સોશિયલ મીડિયા પર લાઇવ ટ્રેડિંગ ટીપ્સ આપનારાઓથી સાવધાન

Two weeks ago, I did a small experiment. | Anil Poste

YouTube અને Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આજકાલ લાઈવ ટ્રેડિંગ અને શેરમાં રોકાણની સલાહ આપવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. પોતાને ‘માર્કેટ એક્સપર્ટ’ ગણાવતા અનેક લોકો રોકાણકારોને કયા શેરમાં ક્યારે એન્ટ્રી લેવી, ક્યારે એક્ઝિટ થવું અને કયા ટાર્ગેટ સુધી ભાવ પહોંચશે તેની ટિપ્સ આપતા હોય છે. પરંતુ હવે બજાર નિયામક SEBI (Securities and Exchange Board of India) એ આવી ટ્રેડિંગ ટિપ્સને લઈને રોકાણકારોને ચેતવણી આપી છે.

SEBI Gives New Clarifications On How To Tackle Market Rumours

અનરજિસ્ટર્ડ ‘એક્સપર્ટ્સ’ થી બચવાની સલાહ

SEBI ના જણાવ્યા મુજબ, કેટલાક લોકો લાઈવ ટ્રેડિંગ સેશન દરમિયાન રિયલ-ટાઈમમાં શેરબજાર અંગે સલાહ આપે છે અને પોતાનો નફો બતાવીને લોકોને આકર્ષે છે. SEBI એ સ્પષ્ટ કર્યું છે કે શેરબજારમાં રોકાણ કે ટ્રેડિંગ અંગેની સલાહ આપવા માટે સંસ્થા કે વ્યક્તિનું SEBI માં રજિસ્ટર્ડ હોવું અનિવાર્ય છે. સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતા મોટાભાગના લોકો વગર રજિસ્ટ્રેશને આવી સેવાઓ ચલાવી રહ્યા છે.

SEBI Index Provider Regulations 2026: New Rules for Index Providers -  Outlook Money

કોઈપણ વ્યક્તિના દાવા કે સોશિયલ મીડિયાના નફાના સ્ક્રીનશોટ જોઈને પૈસા રોકતા લોકોને SEBIએ સ્પષ્ટ કહ્યું છે કે આવી રીતે રોકાણ કરવું એ ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે.

Following live trading strategies on social media? Sebi has a warning for  you - The Economic Times

૩૦ દિવસ જૂના ડેટા અંગે SEBI નો નિયમ

SEBI ના નિયમો અનુસાર, રોકાણકારોની જાગૃતિ અને શિક્ષણ માટે બજારનો ડેટા શેર કરી શકાય છે, પરંતુ તેમાં ઓછામાં ઓછો ૩૦ દિવસનો વિલંબ (ડિલે) હોવો જરૂરી છે. આ ઉપરાંત, આવા કન્ટેન્ટ દ્વારા ભવિષ્યના ભાવનું અનુમાન લાવવું કે શેર ખરીદ-વેચાણની લાઈવ સલાહ આપવી ગેરકાયદેસર છે.

Youtube Logo Content - Free GIF on Pixabay

Instagram Logo Insta - Free GIF on Pixabay

રોકાણકારોએ શું કરવું?

  • સોશિયલ મીડિયાના YouTuber કે Instagram ઈન્ફ્લુએન્સરના ફેન્સી વીડિયો જોઈને ટ્રેડિંગ ન કરવું.
  • રોકાણ કરતા પહેલાં સલાહકારની વૈધતા અને તેનો SEBI રજિસ્ટ્રેશન નંબર ચોક્કસ ચકાસવો.
  • માત્ર અધિકૃત અને પ્રમાણિત ફાઇનાન્શિયલ એડવાઇઝરની જ મદદ લેવી.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *