લિફ્ટમાં અરીસો માત્ર ચહેરો જોવા માટે નથી હોતો

લિફ્ટમાં અરીસાનો ઉપયોગ માત્ર ચહેરો જોવા અથવા વાળ ઠીક કરવા માટે જ થતો નથી. તેની પાછળ બીજા ઘણા કારણો છે. જાણો લિફ્ટમાં અરીસા લગાવવાનુ રસપ્રદ કારણ ક્યા ક્યા છે.

Elevator mirrors: Not just for grooming

લિફ્ટની અંદર જો તમે એકલા હોવ તો તમે શું કરો છો… તમારી સામેના કાચમાં તમારો ચહેરો જુઓ, તમારા વાળને ઠીક કરો છો અથવા થોડી સેકંડ માટે તમારી જાતને જુઓ છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લિફ્ટમાં અરીસા કેમ લગાવવામાં આવે છે?

150+ Man In Elevator Mirror Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock

શું ફક્ત ચહેરો જોવા અથવા વાળ ઠીક કરવા માટે અન્ય કોઈ કારણો હોઈ શકે છે? મોટાભાગના લોકો વિચારે છે કે લિફ્ટમાં અરીસો ફક્ત આ હેતુ માટે લગાવવામાં આવતો હશે. પરંતુ એવું નથી. આની પાછળ અમુક મહત્વપૂર્ણ વ્યવહારુ કારણો છે.

210+ Woman Elevator Mirror Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock

નાની જગ્યામાં ઓછી ગૂંગળામણ

લિફ્ટ સામાન્ય રીતે બંધ અને નાની જગ્યા હોય છે. કેટલાક લોકોને આવી જગ્યાએ ગૂંગળામણ અથવા અસ્વસ્થતા અનુભવી શકે છે. અરીસાને કારણે, જગ્યા મોટી અને ખુલ્લી દેખાઈ શકે છે. આ બંધ જગ્યાની લાગણીને કંઈક અંશે ઘટાડી શકે છે.

INSANELY SLOW LEVELING! Unknown Hydraulic Elevator at Transit Center  Station in Trenton, NJ.

આસપાસની પ્રવૃત્તિ પર નજર રાખવી

કેટલીકવાર લિફ્ટમાં બહુ ભીડ હોય છે. દરેક જણ એકબીજાની સામે ઊભા રહી શકતા નથી. આ કિસ્સામાં, અરીસાની મદદથી પાછળની અથવા આસપાસની હિલચાલ પર નજર રાખવી સરળ હોઈ શકે છે. તેમ છતાં તેને સલામતીનું નિશ્ચિત માપદંડ ગણી શકાતું નથી, જાગૃતિ ચોક્કસપણે વધી શકે છે.

Why is there a mirror in Elevator | Vintec Elevators

લિફ્ટ અંદરથી સુંદર દેખાયા છે

જ્યારે લિફ્ટમાં અરીસો  હોય હોય છે, ત્યારે તે પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, જે લિફ્ટને વધુ તેજસ્વી અને વધુ વિશાળ દેખાડી શકે છે. આ જ કારણ છે કે ઘણી ઇમારતોમાં તેને આંતરિક ડિઝાઇનનો પણ ભાગ બનાવવામાં આવે છે.

Why Do Lifts Have Mirrors? - Kidz Herald

રાહ જોવી ઓછી કંટાળાજનક લાગશે

વ્યક્તિ લિફ્ટમાં થોડી સેકંડ અથવા મિનિટ રહે છે, પરંતુ બંધ જગ્યામાં ઉભા રહેવું ઘણા લોકો માટે વિચિત્ર લાગે છે. સામે અરીસો હોવાથી ધ્યાન વિચલિત થાય છે અને વ્યક્તિ માટે તે સમય થોડો ઓછી કંટાળાજનક લાગે છે.

Enhancing Accessibility: A Guide to Home Elevators for Wheelchairs | Blog |  Morgan Ellis

લિફ્ટમાં વ્હીલચેર યુઝર્સ માટે મદદરૂપ

અમુક લિફ્ટ એટલી મોટી નથી હોતી કે વ્હીલચેરને સરળતાથી ખસેડી કે ફરાવી શકાય. આવા કિસ્સામાં, પાછળનું અથવા ફ્રન્ટ મિરર વ્હીલચેર યુઝરને પાછળની સ્થિતિ જોવામાં અને લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે દિશાનો ખ્યાલ મેળવવામાં મદદ કરી શકે છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *