હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશભરમાં ચોમાસું સક્રિય: હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

monsoon-2025-mumbai-rain-breaks-107-year-record-india-arrival-update

દેશભરમાં ચોમાસાનો મિજાજ ફરી એકવાર આક્રમક બન્યો છે અને ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Monsoon set for another revival: Heavy rain to cover East India from this  date - India Today

વિવિધ રાજ્યોમાં વરસાદની સ્થિતિ:

હવામાન વિભાગે ઝારખંડમાં અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા તેમજ જમ્મુ-કાશ્મીરમાં ગુરુવાર સુધી વરસાદનું જોર યથાવત રહેશે. આ ઉપરાંત ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

News Plus

માછીમારો માટે ચેતવણી:

દરિયામાં પ્રવર્તતી ખરાબ સ્થિતિ અને તોફાની પવનોને ધ્યાનમાં રાખીને માછીમારોને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. નાગરિકો અને તંત્રને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *