હેવાન ફિલ્મનો દમદાર ટ્રેલર

અક્ષય કુમાર ‘વિલન’ ના રોલમાં છવાયો

HAIWAAN - Hindi Trailer | Akshay Kumar | Saif Ali Khan | Mohanlal |  Priyadarshan, Ajay D. | In 2026 Inspired By "Toxic: Introducing Raya |  Rocking Star Yash| Geetu Mohandas| KVN

અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘હેવાન’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે જ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ૨ મિનિટ ૩૪ સેકન્ડના આ ટ્રેલરમાં સસ્પેન્સ અને ક્રાઇમથી ભરેલી રહસ્યમય વાર્તાની ઝલક જોવા મળે છે. ફિલ્મમાં અક્ષય કુમાર પહેલીવાર એક અત્યંત ખતરનાક અને સાયકોપાથ વિલનની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સૈફ અલી ખાન એક દ્રષ્ટિહીન લિફ્ટમેન અને સિંગલ ફાધરનો રોલમાં જોવા મળશે. સૈફ આ ફિલ્મમાં માર્શલ આર્ટ્સમાં નિષ્ણાત દર્શાવવામાં આવ્યો છે. અકસ્માતે એક મર્ડરના સાક્ષી બન્યા બાદ સૈફ પર જ કાયદાકીય સકંજો કસાય છે. જોકે, સૈફની તીવ્ર સાંભળવાની અને અવાજ ઓળખવાની ખાસ ક્ષમતા તેને હત્યારા સુધી પહોંચવામાં મદદ કરે છે. આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.

Vikas - HAIWAAN- Concept Trailer | Akshay Kumar | Saif Ali Khan |  Priyadarshan | New Movie Trailer | 2026 Inspired By "Welcome To The Jungle  (Teaser)" This Is Fan Made Concept

‘હેવાન’ ફિલ્મની સૌથી ખાસ બાબત અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડીનું પુનરાગમન છે. બોલિવૂડની આ લોકપ્રિય જોડી આશરે ૧૭ વર્ષ પછી ફરી એકવાર મોટા પડદા પર એકસાથે જોવા મળશે. આ અગાઉ બંને વર્ષ ૨૦૦૮ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તશન’ માં સાથે નજરે પડ્યા હતા. ૧૯૯૦ ના દાયકામાં આ જોડીએ ‘મૈં ખિલાડી તૂ અનાડી’ (૧૯૯૪), ‘યે દિલ્લગી’ (૧૯૯૪), ‘તૂ ચોર મૈં સિપાહી’ (૧૯૯૬) અને ‘કીમત’ (૧૯૯૮) જેવી યાદગાર ફિલ્મો આપી હતી. ફિલ્મમાં અક્ષય કુમારની સાયકોપેથ વિલન તરીકેની એન્ટ્રીથી ફેન્સ ખૂબ રોમાંચિત છે અને સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને લઈને લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

Haiwaan | Concept Trailer | Akshay Kumar | Saif Ali Khan | Saiyami Kher |  2026

અક્ષય અને સૈફ ઉપરાંત આ ફિલ્મમાં બોમન ઈરાની, સૈયામી ખેર, શ્રિયા પિલગાંવકર, શરીબ હાશ્મી અને રાજપાલ યાદવ જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘હેવાન’ વર્ષ ૨૦૧૬ માં રિલીઝ થયેલી હિટ મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન વેંકટ કે નારાયણ અને શૈલજા દેસાઈ ફેને સાથે મળીને કર્યું છે. લાંબા સમય પછી પ્યોર નેગેટિવ રોલમાં અક્ષય કુમારની દમદાર એક્ટિંગ અને સૈફ અલી ખાન સાથેનો તેમનો આમને-સામનેનો ટકરાવ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરશે તેવી દર્શકોને પૂરી આશા છે.

Haiwaan - Teaser Trailer | Akshay Kumar & Saif Ali Khan | Mohanlal,  Priyadarshan, Ajay Devgan | 2026, Inspired By "BABY (Full Movie) Akshay  Kumar |Rana Daggubati |Taapsee |Anupam K| Neeraj P |Hindi ...

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *