બાળકોને ફેસબુક-ઈન્સ્ટાના રવાડે ચડાવવા મામલે મેટાએ ઘૂંટણ ટેકવ્યા!

સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. બાળકો અને કિશોરોમાં ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકના વ્યસન અને માનસિક સ્વાસ્થ્યને થતા નુકસાનના મામલે ટેક જાયન્ટ મેટાએ યુએસ રાજ્યો સમક્ષ ઝૂકવું પડ્યું છે. વર્ષોથી ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત લાવવા માટે મેટાએ $ ૧૮ બિલિયન (અંદાજે ₹ ૧.૭ લાખ કરોડ) ચૂકવવા અને પ્લેટફોર્મ પર બાળકોની સુરક્ષા માટે મોટા ફેરફારો કરવા પર સંમતિ દર્શાવી છે. અમેરિકી ઇતિહાસમાં કોઈપણ ટેક કંપની સામે થયેલું આ સૌથી મોટું લીગલ સેટલમેન્ટ છે.

બાળકોને FB-ઈન્સ્ટાના રવાડે ચડાવવા મામલે મેટાએ ઘૂંટણ ટેકવ્યા! રૂ. 1.7 લાખ કરોડ દંડ ભરવા તૈયાર; નિયમો બદલાશે

અમેરિકાના લગભગ તમામ રાજ્યો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં એટર્ની જનરલે સાબિત કર્યું કે મેટાના ‘અનલિમિટેડ સ્ક્રોલિંગ’, ‘લાઈક બટન’ અને ‘પુશ નોટિફિકેશન’ જેવા ફીચર્સ બાળકોના મગજના વિકાસ પર ગંભીર નકારાત્મક અસર કરે છે. આ ફીચર્સના કારણે કિશોરોમાં ડિપ્રેશન, ચિંતા, ઊંઘ ન આવવી અને અન્ય માનસિક સમસ્યાઓ ઝડપથી વધી રહી હતી. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ જણાવ્યું હતું કે આ સેટલમેન્ટ બાળકો માટે વાસ્તવિક સુરક્ષા અને પારદર્શિતા લાવશે.

Meta Rejects Claims It Hooked Children As Facebook And Instagram Face A  Major Legal Battle - The Logical Indian

મેટાએ આ સેટલમેન્ટમાં એક શરત મૂકી છે કે કુલ રકમનો ૩૦ % હિસ્સો (આશરે ૫.૩ બિલિયન ડોલર) રાજ્યોને ત્યારે જ જારી કરવામાં આવશે જ્યારે તેના હરીફ પ્લેટફોર્મ્સ જેવા કે ટિકટોક અને યુટ્યુબ પણ આ પ્રકારના કડક સુરક્ષા નિયમો (જેમ કે ડેઇલી ટાઇમ લિમિટ, નાઇટ બ્લોક અને કડક ઉંમર ચકાસણી) લાગુ કરશે. મેટાનું માનવું છે કે જો સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે નિયમો સમાન નહીં હોય તો બાળકો એક એપ છોડીને બીજી એપ પર શિફ્ટ થઈ જશે.

Meta faces $1.4 trillion penalty over alleged harms to young Instagram  users - India Today

આ સેટલમેન્ટમાં બે મોટા રાજ્યો સામેલ નથી. ન્યૂ મેક્સિકો અગાઉથી જ કેસ જીતી ચૂક્યું છે, જ્યારે ફ્લોરિડાના એટર્ની જનરલ જેમ્સ ઉથમિયરે આ ડીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે મેટાની અબજો ડોલરની કમાણી સામે આ રકમ ખૂબ નાની છે અને તેનાથી બાળકોને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે નહીં.

Meta Faces $1.4 Trillion Trial Over Instagram, Facebook's Impact on Kids

બીજી તરફ, પૂર્વ મેટા એન્જિનિયરિંગ ડિરેક્ટર આર્ટુરો બેઝર અને ‘ધ ટેક ઓવરસાઇટ પ્રોજેક્ટ’ના સાશા હેવર્થે ચેતવણી આપી છે કે જ્યાં સુધી કાયમી કાયદો નહીં બને ત્યાં સુધી બાળકો સંપૂર્ણ સુરક્ષિત બની શકશે નહીં.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Rakshabandhan 2026: Auspicious Timing, Puja Vidhi & Rituals Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *