રક્ષાબંધન પર્વની ઉજવણી

આજરોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા સરખેજમાં ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહના પાવન પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. અને સાથે સાથે ધોરણ-૪ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રમુખશ્રી ડૉ.મુકેશભાઈ એસ પટેલ , તેમજ માનદ સહમંત્રી શ્રીયોગેશભાઈ જોશી, તેમજ પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી વેદાંગભાઈ રાજ્યગુરુ સુપરવાઇઝર શ્રી નિરૂપાબેન પટેલ હાજર રહ્યા હતા .આજના આ કાર્યક્રમને રસપ્રદ તેમજ સુંદર બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રો તથા શ્રી પ્રવિણસિંહ, શ્રી તુષારભાઈ, શ્રીઅંકુરભાઈ, શ્રી ભાનુભાઈએ મન મૂકીને હૃદયથી કાર્ય કર્યું હતું અને સાથે સાથે આ કાર્યક્રમમાં વાલીશ્રીઓનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ખૂબ હૃદયથી માણ્યો હતો.

રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અરસપરસ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના સંકલ્પનો એક પવિત્ર તહેવાર છે.આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.આ દિવસને ગુજરાતમાં બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર પવિત્ર દોરો એટલે કે રાખડી બાંધે છે.ભાઈ બદલામાં બહેનને હંમેશાં રક્ષણ આપવાનું વચન આપે છે અને ભેટ આપે છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

ભાવ-સ્નેહનું સતત સર્જન…
અદકેરું બંધન….રક્ષાબંધન….
રેશમનો તાર… એક અનોખો સાર…
ભીંજાય એમાં આખો સંસાર….
આમ તો આ એક સૂતરનો જ
દોરો હોય છે…પરંતુ
હેતથીને લાગણી થી…
રાખડી થઈ જાય છે, એક અતૂટ બંધન.
આપ સર્વને રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છાઓ.

Rakshabandhan 2026: Auspicious Timing, Puja Vidhi & Rituals Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *