જુઓ ચમત્કારિક નજારો

માતા ગંગા હનુમાનજીને સ્નાન કરાવવા પહોંચી

प्रयागराज: मां गंगा ने कराया लेटे हुए हनुमान को स्नान, की गई भव्य आरती...  दिखा अद्भुत नजारा- VIDEO - Prayagraj Mother Ganga bathes lete huye Hanuman  grand Aarti performed magnificent ...

પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન શનિવારે મોડી રાત્રે સંગમ ખાતે આવેલા પ્રસિદ્ધ લાટ હનુમાન મંદિરના ગર્ભગૃહમાં ગંગાનું પાણી પહોંચી ગયું હતું. આ દરમિયાન ભક્તોને એક અદ્ભુત અને આધ્યાત્મિક દૃશ્ય જોવા મળ્યું. ધાર્મિક માન્યતા અનુસાર, માતા ગંગાએ પોતાના પુત્ર હનુમાનજીને સ્નાન કરાવ્યું હોવાનું માનવામાં આવે છે.

prayagraj news- Ganga-Yamuna again made Bade Hanuman take a bath

ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી

લાટ હનુમાન મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીની પ્રતિમા સુતેલી એટલે કે શયન મુદ્રામાં છે. ગંગાનું પાણી ગર્ભગૃહ સુધી પહોંચતાં જ મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી હતી. મંદિરના મહંત અને સંતોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગંગા માતાનું સ્વાગત કર્યું અને ભવ્ય આરતી કરવામાં આવી. આ પ્રસંગે દૂધ, દહીં, ઘી અને પંચામૃત સહિતની સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. ઢોલ-નગારાં સાથે ‘હર હર ગંગે’ અને ‘જય શ્રી રામ’ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

Prayagraj Flood: प्रयागराज में गंगा-यमुना में फिर उफान, बड़े हनुमान जी का  पुन: महास्नान - Rising Flood waters in Ganga Yamuna Hanuman Ji Takes  Another Holy Dip in Prayagraj

શુભ સંકેત માનવામાં આવે

ધાર્મિક માન્યતા મુજબ, ગંગા માતા જ્યારે હનુમાનજીને સ્નાન કરાવે છે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે. જોકે, આ દરમિયાન વધતા જળસ્તરને કારણે મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ મંદિર પરિસરની સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ દર્શન ફરી શરૂ કરવામાં આવશે. કહેવાય છે કે આ વર્ષે બીજી વખત ગંગાનું પાણી હનુમાનજીના ગર્ભગૃહ સુધી પહોંચ્યું છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *