વૈશ્વિક સંકટો વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા થઈ મજબૂત!

જીડીપી નો દર ૭.૮ % નોંધાતા ઓઈએમ મોદીએ કહ્યું-‘નિરાશાવાદીઓ નિષ્ફળ રહ્યા’

India@80: Strong Growth, Rising Capital Flows Signal Economic Resilience - BW Businessworld

અમેરિકા-ઈરાનનું યુદ્ધ પણ ભારતીય અર્થતંત્રની ઝડપને રોકી શક્યું નથી અને તેનું ઉદાહરણ છે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટના આંકડા. આજે સોમવારે જાહેર કરવામાં આવેલા ભારત જીડીપી વૃદ્ધિ ડેટા પર નજર કરીએ, તો ઈકોનોમીમાં ૭.૮ % ની ઝડપથી આગળ વધી છે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ)ના જણાવ્યા મુજબ, એફવાય૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની રિયલ જીડીપી ગ્રોથ ૭.૮ % નોંધાયો છે. તો બીજી તરફ, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપી માં ૧૦.૩ % રહ્યું છે.

India's Q1 GDP growth quickens to 7.8% as consumption, capex offset US-Iran war shock - The Economic Times

ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૭.૮ % ની વૃદ્ધિ નોંધાવતા તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે, ઝડપ અપેક્ષા કરતાં વધુ સારી રહી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ-જૂનના ગ્રોથ રેટને લઈને તમામ અર્થશાસ્ત્રીઓ દ્વારા ૭.૧-૭.૨ % રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો, જેને ભારતીય ઈકોનોમીએ પાછળ છોડી દીધો છે. આ પહેલાના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર ૬.૯ % ની ઝડપથી દોડ્યું હતું.

Manufacturing Shift To Accelerate India's Economic Growth To 6.5% In 2024: UNCTAD

જૂન ત્રિમાસિક ગાળાનું જોરદાર પ્રદર્શન નાણાકીય વર્ષ ૨૦૨૬ ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં થયેલી ૭.૮ % ગ્રોથ પછી આવ્યું છે. સરકારના કામચલાઉ અંદાજો અનુસાર, સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતની વાસ્તવિક જીડીપી માં ૭.૭ % ની ગ્રોથ નોંધાઈ હતી.

PM Narendra Modi LIVE Update; India Pakistan War Ceasefire | Trump Shehbaz Sharif

જીડીપી ગ્રોથ રેટના આંકડા સામે આવ્યા બાદ વડા પ્રધાન મોદીએ વિરોધીઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે-‘નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો ૭.૮ % નો અસાધારણ જીડીપી ગ્રોથએ એક ભગીરથ સિદ્ધિ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે તેલના ભાવમાં થયેલો વધારો અને સપ્લાય ચેનની સમસ્યાઓ છતાં, આપણા લોકોની સામૂહિક શક્તિએ સુનિશ્ચિત કર્યું કે ભારત આટલો વિકાસ હાંસલ કરી શકે. નિરાશાવાદીઓ નિષ્ફળ રહ્યા અને ભારત ફરી એકવાર ખીલી ઉઠ્યું!’

India projects 7.6% GDP growth for FY26, nominal growth at 8.6% | DD News

ખાસ વાત એ છે કે ભારત જીડીપી વૃદ્ધિ નો આ આંકડો એવા પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં આવ્યો છે, જ્યારે સપ્લાય ચેઇનથી લઈને ઓઇલ-ગેસ સંકટ ચરમસીમા પર હતું. જેનો મતલબ સ્પષ્ટ છે કે ટૅરિફનો ભય હોય કે, અન્ય ભૌગોલિક-રાજકીય તણાવ, ઊર્જાની વધતી કિંમતો હોય કે વૈશ્વિક વેપારને લઈને અનિશ્ચિતતા, દરેક વાતાવરણમાં દેશની જીડીપી ની ઝડપ સારી રહી છે. આ દબાણો છતાં સ્થાનિક માગ આર્થિક પ્રવૃત્તિઓ માટે એક મુખ્ય સપોર્ટ બની રહી. બીજી તરફ સરકારી મૂડી ખર્ચ, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને નિકાસે પણ વિકાસમાં યોગદાન આપ્યું.

Indian economy expands 7.8% in Q3 as new GDP series shows stronger growth momentum - CNBC TV18

આ ત્રિમાસિક ગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર અર્થતંત્રને સહારો આપનારા મુખ્ય સેક્ટર્સમાં હતા. ત્રિમાસિક ગાળાના અંતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં મજબૂતી આવવાથી ગ્રોથને સપોર્ટ મળ્યો. હાલમાં, પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા એફવાય ૨૭ ની મજબૂત શરૂઆત દર્શાવે છે. ૭.૮ %ની ગ્રોથ અર્થતંત્રને એક મજબૂત આધાર આપે છે, ભલે પોલિસી મેકર અને બિઝનેસ અસ્થિર વૈશ્વિક વાતાવરણમાં આગળ વધવાનો પ્રયાસ યથાવત રાખે. જો કે, આવનારા ત્રિમાસિક ગાળામાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે શું મજબૂત ખાનગી રોકાણ, વપરાશ અને નિકાસના માધ્યમથી આ ગતિને જાળવી રાખી શકાય છે કે પછી બાહ્ય દબાણ વિકાસ પર વધુ હાવી થશે.

India's real GDP growth to be in 6-7 pc range in FY27, capex to grow by 14 pc: Report

જીડીપી જેને ગુજરાતીમાં કુલ ઘરેલુ ઉત્પાદન કહેવામાં આવે છે, તે એક ચોક્કસ સમયગાળા (સામાન્ય રીતે એક વર્ષ) દરમિયાન દેશની ભૌગોલિક સીમાની અંદર ઉત્પાદિત થયેલી તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય છે. સરકાર ત્રિમાસિક પણ તેના અંદાજિત આંકડા જાહેર કરી હોય છે. જીડીપી એ કોઈપણ દેશની આર્થિક તાકાત, આરોગ્ય અને વિકાસ દર માપવાનો સૌથી મહત્ત્વપૂર્ણ સૂચક છે. જો દેશનો જીડીપી દર ઊંચો હોય, તો તેનો અર્થ એ થાય કે દેશમાં ઉત્પાદન, રોજગારી અને લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે જીડીપી ઘટવો એ આર્થિક મંદીની નિશાની માનવામાં આવે છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *