પાકિસ્તાની પીએમ ની હાજરીમાં જ પીએમ મોદીની આતંકવાદ પર કડક ચેતવણી

કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં આયોજિત ૨૬ મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અગ્રણી નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, ‘આતંકવાદ સામે કોઈ બેવડા ધોરણો ન હોઈ શકે. આતંકવાદનો સફાયો કરવા માટે સમગ્ર ઈકોસિસ્ટમને નષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે.’

BRICS Condemns Pahalgam Attack, Supports Iran Against Israel | PM Modi  Calls Attack a Blow to Humanity

રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘જે દેશો આતંકવાદને પોતાની નીતિના શસ્ત્ર તરીકે વાપરે છે અને આતંકવાદીઓને આશ્રય કે મદદ આપે છે, તેમને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ. આતંકવાદ ક્યારેય કોઈ દેશ માટે વ્યૂહાત્મક સંપત્તિ હોઈ શકે નહીં.’

SCO સમિટ: પાકિસ્તાની PMની હાજરીમાં જ PM મોદીની આતંકવાદ પર કડક ચેતવણી; જુઓ શું કહ્યું

વૈશ્વિક સુરક્ષા પર વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ‘આજની ડિજિટલ અને જોડાયેલી દુનિયામાં સુરક્ષાની સીમાઓ વિસ્તરી છે. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ દર્શાવે છે કે કોઈ એક વિસ્તારની હિંસા સમગ્ર વિશ્વની ઊર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને સપ્લાય ચેઈનને અસર કરે છે અને તેનો સૌથી મોટો ફટકો ગ્લોબલ સાઉથના દેશોએ ભોગવવો પડે છે.’

PM Modi meets Kyrgyz President Sadyr Zhaparov in Bishkek, reviews strategic  partnership - DD India

પીએમ મોદીએ યુવા ધન અને ક્ષેત્રીય સુરક્ષા માટે ડ્રગ્સના દૂષણને મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘નશાકારક પદાર્થોની તસ્કરી માત્ર એક ગુનો નથી, પરંતુ આપણી નવી પેઢીના ભવિષ્ય માટે ચિંતાજનક બાબત છે. SCO દ્વારા સંગઠિત અપરાધ, સાયબર સુરક્ષા અને ડ્રગ્સ કંટ્રોલ માટે જે કેન્દ્રો ઊભા કરાઈ રહ્યા છે તે સરાહનીય છે અને તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે.’

Image

દેશો વચ્ચેના કનેક્ટિવિટીના મુદ્દા પર વાત કરતા પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘ભારત વેપાર અને વિકાસના નવા રસ્તાઓનું સમર્થન કરે છે. જોકે, આવી કોઈ પણ પહેલ કરતી વખતે તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું અનિવાર્ય છે, જે SCOના ચાર્ટરનો મુખ્ય આત્મા છે. ભવિષ્યમાં માત્ર રસ્તા કે રેલવે જ નહીં, પરંતુ ડિજિટલ પ્રોસેસ અને કસ્ટમ્સને સરળ બનાવીને કનેક્ટિવિટી વધારવી જોઈએ.’

PM Narendra Modi held a fruitful meeting with President Sadyr Zhaparov of  the Kyrgyz Republic in Bishkek. He conveyed Independence Day greetings and  congratulated him on Kyrgyzstan's successful SCO Chairmanship. The two

પીએમ મોદીએ પોતાની વાતમાં ‘તક’ (ઓપોર્ચ્યુનિટી) ને ત્રીજો મુખ્ય આધાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘SCO સમિટના નિર્ણયોનો સીધો લાભ સામાન્ય નાગરિકો, યુવાનો, વેપારીઓ અને ખેડૂતો સુધી પહોંચવો જોઈએ. આગામી ૨૫ વર્ષોમાં લોકો વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો આ સંગઠનનું મુખ્ય કેન્દ્ર રહેવા જોઈએ.

PM Modi calls upon SCO countries to take decisive action against terrorism  | Akashvani News

બેઠક પહેલાં તમામ નેતાઓના ફોટો સેશન દરમિયાન પીએમ મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે ટૂંકી વાતચીત કરી હતી. આ સમિટ દરમિયાન પીએમ મોદીએ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન અને પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *