અજિત અગરકરની થશે હકાલપટ્ટી?

બીસીસીઆઈ ની બેઠક પર સૌની નજર

Ajit Agarkar To Meet Rahul Dravid And Rohit Sharma Odi World Cup 2023 Sport  News

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરના ભવિષ્યને લઈને ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. અગરકરનો વર્તમાન કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૬ માં પૂર્ણ થઈ રહ્યો છે. આ જ કારણસર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) ટૂંક સમયમાં તેમની સાથે એક ખાસ બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકમાં તેમના આગળના કાર્યકાળને લઈને આખરી નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ હાલમાં અગરકરને એક્સ્ટેન્શન આપવાના પક્ષમાં નજરે પડી રહ્યું છે, પરંતુ આખરી નિર્ણય બંને પક્ષો વચ્ચેની વાતચીત બાદ લેવાશે.

BCCI Chief Selector: రోహిత్ శర్మకు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ చీఫ్‌గా  అగార్కర్‌కు మరో ఛాన్స్‌..? | Bcci chief selector ajit agarkar post  extension for 2027 world cup | TV9 Telugu

અગરકરનો કાર્યકાળ છેલ્લા કેટલાક સમયથી સમીક્ષા હેઠળ રહ્યો છે. ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માને વન-ડે ફોર્મેટથી દૂર રાખવાની બાબતે બીસીસીઆઈ અને સિલેક્શન કમિટી વચ્ચે મતભેદ સામે આવ્યા હતા. આ મુદ્દાને કારણે અગરકરની સ્થિતિ પર સવાલો ઊભા થયા હતા. જોકે, બોર્ડ હાલમાં તેમને પદ પરથી હટાવવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. ૨૦૨૭ ના વન-ડે વર્લ્ડ કપમાં હવે આશરે ૧ વર્ષ જેટલો જ સમય બાકી છે, તેથી ટીમની પસંદગીમાં સાતત્ય અને સ્થિરતા જાળવી રાખવા માટે અગરકરને જવાબદારી ચાલુ રાખવા કહેવામાં આવી શકે છે.

Ajit Agarkar will continue as chairman of selectors ahead of the 2027 World  Cup Check it here : https://tinyurl.com/3f35j6bs

અજીત અગરકર ૨૦૨૩ માં ચીફ સિલેક્ટર બન્યા હતા અને ગયા વર્ષે બોર્ડે તેમનો કાર્યકાળ ૧ વર્ષ માટે લંબાવ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટમાં એક મોટી પેઢીગત ફેરબદલ જોવા મળી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજોએ ટી-૨૦આઈ માંથી નિવૃત્તિ લીધી, જ્યારે ટેસ્ટ ફોર્મેટમાંથી પણ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ દૂર થયા. ટી-૨૦આઈ માં સુકાનીપદ સૂર્યકુમાર યાદવ અને ત્યારબાદ શ્રેયસ અય્યરને સોંપવામાં આવ્યું, જ્યારે વન-ડે અને ટેસ્ટમાં શુભમન ગિલને ભવિષ્યના કૅપ્ટન તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.

How Indian players celebrated Champions Trophy win Gangnam style dandiya  kolhi touches shami's mother's feet rohit with family

Pakistan Cried T20 World Cup 2026 | Sanju & Suryakumar Celebration Ahmedabad

અગરકરના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, જ્યારે ૨૦૨૩ ના વન-ડે વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. અગરકરના આ સફળ રૅકોર્ડને ધ્યાનમાં રાખીને બોર્ડ તેમને ૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ સુધી સિલેક્શન પ્રોસેસનો હિસ્સો બનાવી રાખવા વિચારી રહ્યું છે. આગામી બેઠકમાં અગરકર પોતે આગળ કામ કરવા તૈયાર છે કે નહીં તે પણ એક મહત્ત્વપૂર્ણ પાસું રહેશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *