દીપ્તિ શર્મા નંબર ૧ બોલર બની

દીપ્તિ શર્માએ ૭ બોલમાં ૩ વિકેટ લઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

દીપ્તિ શર્માએ 7 બોલમાં 3 વિકેટ લઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો, નંબર 1 બોલર બની

મહિલા એશિયા કપ ૨૦૨૬ ની ત્રીજી મેચ ભારત અને થાઇલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ટીમ ઇન્ડિયાની સ્ટાર સ્પિનર ​​દીપ્તિ શર્મા માટે ખૂબ જ યાદગાર રહી. આ દીપ્તિની કારકિર્દીની ૧૫૦ મી ટી-૨૦આઈ મેચ હતી. આ મેચમાં તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો. આ સાથે, તે હવે મહિલા ટી-૨૦આઈ માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. આ બાબતમાં, તેણે થાઇલેન્ડની સ્પિનર ​​થિપાચા પુથાવોંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. થાઇલેન્ડ સામેની મેચમાં દીપ્તિએ ૭ બોલમાં ૩ વિકેટ લીધી હતી.

Deepti Sharma creates history: 7 balls, 0 runs, 3 wickets, sets T20I world  record. - YouTube

મહિલા ટી-૨૦ માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની વાત કરીએ તો, દીપ્તિ શર્માએ ૧૫૦ મેચોમાં ૧૭૧ વિકેટ લીધી છે અને તે આ યાદીમાં ટોચ પર છે. થાઇલેન્ડની થિપાચા પુથાવોંગ બીજા સ્થાને છે. તેણીએ અત્યાર સુધી ૧૦૯ મેચોમાં ૧૭૦ વિકેટ લીધી છે. રવાન્ડાની હેનરિએટ ઇશિમવે ૧૩૪ મેચોમાં ૧૬૪ વિકેટ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોને અત્યાર સુધી ૧૧૩ ટી-૨૦ મેચોમાં ૧૫૪ વિકેટ લીધી છે અને તે ચોથા સ્થાને છે.

title A 150th T20I to remember! ✨ Seven balls, three wickets, zero runs 💪 Deepti  Sharma is back on top of the women's T20I wicket-takers' charts with 171  wickets 📈

એશિયા કપ શરૂ થયા પહેલા, દીપ્તિ અને થિપાચા ૧૬૮ વિકેટ સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતા. ત્યારબાદ થિપાચાએ હોંગકોંગ સામેની તેની પહેલી મેચમાં એક વિકેટ લીધી, જેનાથી દીપ્તિ નંબર વન બની ગઈ. ત્યારબાદ તેણીએ ભારત સામેની મેચમાં વધુ એક વિકેટ લીધી, જેનાથી તેણીની કુલ વિકેટ ૧૭૦ થઈ ગઈ. જોકે, દીપ્તિ શર્માએ થાઈલેન્ડ સામેની મેચમાં ત્રણ વિકેટ લઈને થિપાચાને પાછળ છોડી દીધી. તેણીએ આ મેચમાં ૧.૧ ઓવર બોલિંગ કરી, એક પણ રન આપ્યા વિના ત્રણ વિકેટ લીધી હતી.

What. A. Finish 🥳 3⃣ wickets in an over and Deepti Sharma has a superb  𝙁𝙄𝙁𝙀𝙍 🖐️ #TeamIndia wrap a dominant 6⃣4⃣-run victory to kickoff our  #T20WorldCup campaign 👏 Scorecard ▶️  https://bit.ly/INDWvPAKW-T20WORLDCUP-2026 #

ભારત મહિલા અને થાઇલેન્ડ મહિલા ટીમ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, ટીમ ઇન્ડિયાએ આ મેચમાં ૯૪ રનથી મોટી જીત નોંધાવી છે. ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત વિજય સાથે કરી છે. પહેલા બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં, થાઇલેન્ડ મહિલા ટીમ ૧૬.૧ ઓવરમાં ૬૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શેફાલી વર્માએ આ મેચમાં ૩૬ બોલમાં ૬૪ રનની ઇનિંગ રમી હતી અને આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *