જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાના જંગલોમાં શુક્રવારે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. ચિનાર કોર્પ્સે X પર પોસ્ટ કરીને આ કાર્યવાહીની જાણકારી આપી હતી

જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાના જંગલોમાં શુક્રવારે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. ચિનાર કોર્પ્સે X પર પોસ્ટ કરીને આ કાર્યવાહીની જાણકારી આપી હતી. ચિનાર કોર્પ્સ અનુસાર બડગામ જિલ્લામાં સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને શ્રીનગર સીઆરપીએફ એ ગઈકાલે ઓપરેશન શરૂ કર્યું હતું.
and
in general area Ashdar Gali, Budgam. Vigilant troops observed suspicious activity and upon being challenged, terrorists opened fire, prompting a fierce exchange of gunfire during which One terrorist neutralised and one AK rifle and other war-like stores recovered. Search operation is in progress.
ગુરુવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ બડગામના અશદાર ગલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને વોર્નિંગ આપી હતી. ચેતવણી મળતાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને શંકા છે કે ત્યાં બીજો આતંકવાદી છુપાયેલો છે જેથી સર્ચ ઓપરેશન ચાલુ છે.

એક રાઇફલ મળી
આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક એક રાઇફલ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી. ઘણા મહિનાઓ પછી ખીણમાં અથડામણ સામે આવી છે.

ગુરુવારે સાંજે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે આતંકવાદીઓનું એક જૂથ પુલવામા જિલ્લાના પાખેરપોરાથી બડગામના યુસમર્ગ તરફ આગળ વધી રહ્યું છે. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

ચિનાર કોર્પ્સે X પર જણાવ્યું હતું કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને શ્રીનગરથી સીઆરપીએફ ટુકડીએ બડગામ જિલ્લાના અશદર ગલીમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. ગુરુવારે સાંજે સૈનિકોએ આ વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી, ત્યારબાદ તેમને ચેતવણી આપવામાં આવી અને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે બીજાની શોધ ચાલુ છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

