વિધર્મી આક્રમણથી શિવલિંગ બચાવવા ઘેલો વાણિયો વીરગતિ પામ્યા

Ghela Somnath Temple

ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગ સાથે ઘેલા સોમનાથની કથા જોડાયેલી છે. આ શિવ મંદિર વિધર્મી આક્રમણથી શિવલિંગના રક્ષણ માટે મસ્તક વગર ૭ દિવસ સુધી લડનાર ઘેલા વાણિયોના બલિદાન અને શૂરવીરતાની યાદ અપાવે છે.

Ghela Somnath Mahadev Temple is full of Shravan festival, rejoicing in the devotee community

ગુજરાતના સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર અનેક ઐતિહાસિક અને આધ્યાત્મિક મંદિરો અને તીર્થધામો આવેલા છે. આ પૈકી રાજકોટ અને જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક અનન્ય કેન્દ્ર છે. સ્થાનિક ઇતિહાસ અને ભૌગોલિક રીતે જૂનાગઢ તથા સૌરાષ્ટ્રના ઐતિહાસિક સામ્રાજ્ય સાથે જોડાયેલું આ ધામ પોતાના શૌર્ય અને ભક્તિની ગાથા માટે સમગ્ર દેશમાં જાણીતું છે.

Ghela Somnath Mahadev Temple in Som Pipaliya,Rajkot - Temples near me in Rajkot - Justdial

ઘેલા સોમનાથ મંદિરની કથા અને ઇતિહાસ

ઘેલા સોમનાથ મહાદેવ મંદિર || Ghela Somnath Mahadev History

ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ ત્યાગ, શૌર્ય અને સમર્પણથી ભરેલો છે. જ્યારે ગઝનીના આક્રમણકારો દ્વારા પ્રખ્યાત પ્રભાસ પાટણના સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું, ત્યારે શિવલિંગની સુરક્ષા માટે અનેક રાજપૂત વીરોએ પ્રાણની આહુતિ આપી હતી.

એક લોકવાયકા મુજબ, જુનાગઢના રાજા કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી પરમ શિવભક્ત હતા. ઇ.સ. 1457માં જ્યારે સોમનાથ મંદિર પર વિધર્મીઓએ આક્રમણ કર્યું ત્યારે મીનળદેવીને ભગવાન શંકર સપનામાં કહ્યું કે, મને પાલખીમાં બેસાડીને લઇ જાવ. તે સમયે ગુજરાતમાં ગુજરાત ઉપર મહમદ જાફરનું શાસન હતું અને તેને મીનળદેવી ઘેલો ગોરિડયા નામના શિવભક્ત વાણિયાને સાથે લઇ શિવલિંગને પાલખીમાં બિરાજમાન કરી ત્યાંથી પ્રસ્થાન થયા. જો કે મુસ્લિમ સૈન્યને જાણ થતા મીનળદેવીનો પીછો કરતા કરતા જસદણ પહોંચ્યા હતા. 

લોકવાયકા મુજબ યુદ્ધ દરમિયાન મસ્તક કપાયા બાદ પણ ઘેલા વાણિયાનું ધડ સાત દિવસ સુધી દુશ્મન સેના સામે લડ્યું હતું. આખરે વિધર્મી સૈન્ય સામે ઘેલા વાણિયો બહાદૂરી પૂર્વક લડ્યા અને વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ મહમદ જાફરે શિવલિંગને ખંડિત કરવા તલવાર વડે પ્રહાર ત્યારે શિવલિંગ માંથી ભમરા નીકળ્યા અને વિધર્મી સેના પર હુમલો કર્યો. 

સોમનાથ શિવલિંગના રક્ષણ માટે જીવનનું બલિદાન આપનાર ઘેલા વાણિયાના નામે આ મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું છે. ઉપરાંત નજીકમાં વહેતી નદીનું નામ પણ ઘેલો છે. સોમનાથ મંદિરના રક્ષણ માટે હજારો ક્ષત્રિયો, બ્રાહ્મણ અને સામાન્ય લોકોએ બલિદાન આપ્યું છે. 

ઘેલા સોમનાથ મંદિરની નજીક એક ડુંગળ પર મીનળદેવીની સમાધિ છે. ઘેલા સોમનાથમાં શીશ નમાવ્યા બાદ ભક્તો ડુંગળ ચઢીને મીનળદેવીની સમાધિના પણ દર્શન કરે છે.

घेला सोमनाथ मंदिर में जलाभिषेक के लिए वसूले जा रहे शुल्क को लेकर विवाद, जानिए पूरा मामला

ઘેલા સોમનાથ મંદિરની ખાસિયત

નદીનું સાનિધ્ય: ઘેલા સોમનાથ મંદિર ઘેલાનદીના કિનારે નાના ડુંગરોની વચ્ચે આવેલું છે. ચોમાસા દરમિયાન અહીં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે.

મનમોહક સ્થાપત્ય : આ મંદિરનું નિર્માણ પરંપરાગત ભારતીય શિખરબદ્ધ શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરનું વિશાળ પ્રાંગણ અને પથ્થરો પરનું નક્ષીકામ શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે.

જળાભિષેકનું મહત્વ: શ્રાવણ મહિના દરમિયાન અને મહાશિવરાત્રિના પવિત્ર પર્વે અહીં ભવ્ય મેળો ભરાય છે. હજારો ભક્તો ઘેલા નદીના પવિત્ર જળથી ભગવાન શિવનો અભિષેક કરવા માટે દૂર-દૂરથી આવે છે.

શાંત અને આધ્યાત્મિક વાતાવરણ: આ ધામ શહેરી ઘોંઘાટથી દૂર હોવાથી અહીં આવતા પ્રવાસીઓને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે.

ઘેલા સોમનાથ આસપાસ જોવાલાયક સ્થળો

જસદણ: રાજવી પરંપરા અને હસ્તકળા માટે જાણીતું નજીકનું મુખ્ય શહેર.

હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય: પ્રકૃતિપ્રેમીઓ માટે ઘેલા સોમનાથથી નજીક આવેલું હિંગોળગઢ એક ખાસ સ્થળ છે, જ્યાં વિવિધ પક્ષીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે.

ગિરનાર અને જૂનાગઢ: જો તમે જૂનાગઢ તરફથી પ્રવાસ જઇ રહ્યા હોવ, તો ગિરનાર પર્વત, ઉપરકોટનો કિલ્લો અને દાતાર શિખરની મુલાકાત પણ લઈ શકો છો.

Shree Ghela Somnath Mahadev Mandir Travel Guide – Overview, Attractions & Visiting Timings

ઘેલા સોમનાથ મંદિરે કેવી રીતે પહોંચવું?

ઘેલા સોમનાથ મંદિર ગુજરાતના મુખ્ય શહેરો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે:

સડક માર્ગ: જસદણથી આ મંદિર આશરે ૧૫ કિલોમીટર અને રાજકોટથી આશરે ૭૫ કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ કે જૂનાગઢથી રાજ્ય પરિવહન (જીએસઆરટીસી) ની બસો અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગ: નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન રાજકોટ (૭૫ કિમી) છે, જ્યાંથી દેશના અન્ય શહેરોની ટ્રેન કનેક્ટિવિટી ઉપલબ્ધ છે.

હવાઈ માર્ગ: સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *