પશ્ચિમ એશિયામાં નવા યુદ્ધના વાદળ ઘેરાયા

હુથી બળવાખોરોનો સાઉદીમાં એરપોર્ટ, એરબેઝ, રિફાઈનરીઓ પર હુમલો

Yemen govt forces, Houthi rebels battle for control of Red Sea gateway

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ હજુ શાંત થયું નથી ત્યાં હવે સાઉદી અરબ અને યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચે નવા યુદ્ધના વાદળો ઘેરાયા છે. હુથી બળવાખોરોએ મંગળવારે સાઉદી અરબમાં ઘૂસીને તેના એરપોર્ટ, એરબેઝ અને ઓઈલ રિફાઈનરીઓ પર હુમલા કરતા ૭૩થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાથી પાકિસ્તાન, સાઉદી અરબ અને તૂર્કી વચ્ચેના મક્કા કરાર પર સવાલો ઊભા થયા છે. કારણ કે હુથી બળવાખોરોના હુમલા મુદ્દે પાકિસ્તાને ચૂપકિદી સેવી લીધી છે. આ હુમલાથી અમેરિકાના સાથી અને ઈરાન સમર્થિત પ્રોક્સી ગૂ્રપ વચ્ચે યુદ્ધ વધુ ભડકે બળે તેવી સંભાવના છે.

Houthis Attack Israel | Shipping Route Risk; Iran Proxy War

સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે, હુથી બળાવખોરોએ મંગળવારે દક્ષિણ વિસ્તારમાં કરેલા હુમલાથી અનેક ઓઈલ સુવિધાઓ અને યુટિલિટી સેન્ટરોમાં આગ લાગી હતી. હુથી બળવાખોરો અને સાઉદી અરબના સુરક્ષા દળો વચ્ચે સપ્તાહોથી ચાલતા ઘર્ષણ વચ્ચે આ હુમલાએ ચાર વર્ષથી બંને પક્ષો વચ્ચે ચાલતો યુદ્ધવિરામ જોખમમાં મૂકી દીધો છે.

On July 13, an air strike struck at the airport in Yemen's capital Sanaa.

Yemen War Intensifies: Government Targets Sanaa & Houthis Attack Saudi

હુથી બળવાખોરોએ મંગળવારે કહ્યું કે, તેમણે વહેલી સવારે સાઉદી અરબના આભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કિંગ ખાલિદ એરબેઝ અને આભા તથા જિજાનમાં સરકારી ઓઈલ કંપની અરામકોની રિફાઈનરીઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. હુથી બળવાખોરોના આ હુમલાથી વૈશ્વિક અર્થતંત્રને નવો મોટો ફટકો પડવાની અને બંને પક્ષો વચ્ચે યુદ્ધ વકરવાની આશંકા છે.
પશ્ચિમ એશિયામાં છ મહિના કરતાં વધુ સમયથી ચાલતા અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઓઈલ પુરવઠો કગોરવાઈ ગયો છે. આવા સંજોગોમાં હુથીઓએ લાલ સમુદ્ર અને એડનના અખાતને જોડતા વ્યૂહાત્મક જળમાર્ગ બાબ અલ-મંદેબના સાઉદી અરબના શિપિંગ રૂટ અને ટ્રાન્સપોર્ટ ઓઈલ માર્ગ પર હુમલો કરતાં દુનિયામાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની ચિંતા વધી ગઈ છે.
બીજીબાજુ હુથી બળવાખોરોએ દાવો કર્યો હતો કે, સાઉદી અરબે યમનના ઉત્તરીય પ્રાંત જાવ્ફમાં એક જેલ પર હવાઈ હુમલો કરતાં એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા હતા અને અન્ય સાત ઘયાલ થયા હતા. આ હુમલાના જવાબમાં મંગળવારે વહેલી સવારે સાઉદીના આભા, જઝાન, નિજરાન અને ખામિસ મુશ્કૈત શહેરો પર નાગરિક અને આર્થિક સુવિધાઓ પર મિસાઈલ એટેક કરાયો હતો.

Saudi Arabia vows to take 'necessary measure' after Houthi strikes | Daily  Sabah

The Mecca Accord: Forging a New Era of Muslim Strategic Power | London Post

હુથી બળવાખોરોના હુમલાના પગલે ગયા મહિને પાકિસ્તાન, તૂર્કી અને સાઉદી અરબે કરેલો મક્કા કરાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરિફે હુથી બળવાખોરોના હુમલાની આકરી ટીકા કરી હતી, પરંતુ સાઉદી અરબના સમર્થનમાં યમનમાં તેમના પર સૈન્ય કાર્યવાહી કરવા અંગે મૌન સેવી લીધું હતું. પાકિસ્તાન, સાઉદી અરબ અને તૂર્કીએ ૭ ઓગસ્ટે મક્કા કરાર કરીને કોઈપણ એક દેશ પરના હુમલાને ત્રણેય દેશ પર હુમલા સમાન ગણાવ્યો હતો.

File:Houthis-control 2014-2015.gif - Wikimedia Commons

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *