પીએમ મોદી અને પુતિન બ્રિક્સ સમિટ પહેલાં કરશે દ્વિપક્ષીય બેઠક

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૧૮ મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. આગામી ૧૧ સપ્ટેમ્બરે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરતા ભારતને રશિયાનો અત્યંત વિશ્વાસુ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે.

Prime Minister Modi holds a meeting with President Putin on the sidelines  of the SCO summit in Tianjin. They held discussion ways to deepen bilateral  cooperation in all spheres, including trade, fertilizers,

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૧૮ મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. આગામી ૧૧ સપ્ટેમ્બરે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરતા ભારતને રશિયાનો અત્યંત વિશ્વાસુ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે.

Putin and Modi Held Over 2.5 Hours of Informal Talks on Thursday: Aide to  Russian President - 05.12.2025, Sputnik India

મુખ્ય આકર્ષણો અને એજન્ડા:

  • વ્યાપાર અને રાષ્ટ્રીય કરન્સીમાં વેપાર: ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ આપવા અને મોટાભાગની ચૂકવણી હવે બંને દેશોની પોતાની કરન્સી (સ્થાનિક ચલણ)માં થઈ રહી છે, જે આર્થિક સ્વાવલંબનનું મોટું ઉદાહરણ છે.
  • Su-૫૭ ફાઇટર જેટ સોદો: રશિયા ભારતને પોતાનું અત્યાધુનિક પાંચમી પેઢીનું સ્ટીલ્થ લડાકુ વિમાન Su-૫૭ વેચવાની સક્રિય તૈયારીમાં છે, જે રશિયન એજન્ડામાં સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે.
  • વૈશ્વિક મુદ્દાઓ: આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધની વર્તમાન સ્થિતિ, વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરો અને ફારસની ખાડીમાં ચાલી રહેલા તણાવ અંગે વિસ્તૃત મંથન થશે.
  • નવ મહિનામાં બીજો પ્રવાસ: અગાઉ ડિસેમ્બર ૨૦૨૫ માં યુદ્ધ શરૂ થયા બાદ પુતિન પહેલીવાર ભારત આવ્યા હતા, અને આ તેમની ટૂંકા સમયગાળામાં બીજી ભારત યાત્રા છે.

BRICS Summit 2026: How India Can Hedge Against Global Uncertainty

ભારત માટે બ્રિક્સ સમિટનું વિશેષ મહત્વ:

  • ૧૪ વર્ષ પછી યજમાની: ભારત પૂરા ૧૪ વર્ષ બાદ બ્રિક્સ સમિટની યજમાની કરી રહ્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૨ માં દિલ્હીમાં આ સંમેલન યોજાયું હતું.
  • વ્યાપક જૂથ: શરૂઆતમાં ચાર દેશોનું બનેલું આ જૂથ (બ્રિક્સ) આજે વધીને ૧૧ મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, યુએઈ, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયા)નું વિશાળ સંગઠન બન્યું છે.
  • સમય અને સ્થળ: ૧૮ મી BRICS સમિટનું આયોજન આગામી ૧૨-૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના અત્યાધુનિક ‘ભારત મંડપમ’ ખાતે થઈ રહ્યું છે.

BRICS Summit 2026 dates: Check traffic advisories, venue, schedule and  other updates for this week - The Economic Times

દિલ્હીમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા:

વિશ્વભરના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  • ટ્રાફિક ડાયવર્ઝન: નેતાઓની અવરજવરના કારણે દિલ્હીના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ અને ડાયવર્ઝન રહેશે.
  • પોલીસની અપીલ: દિલ્હી ટ્રાફિક પોલીસે નાગરિકો અને પરીક્ષાર્થીઓને એડવાઈઝરી જારી કરી છે કે તેઓ એરપોર્ટ કે રેલવે સ્ટેશન જતા પહેલા વૈકલ્પિક રૂટ્સની માહિતી મેળવી લે અને પૂરતો સમય ધ્યાનમાં રાખીને જ ઘરની બહાર નીકળે.

BRICS Summit 2026: Putin Confirmed, Xi Expected as New Delhi Prepares for  Major Global Gathering

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *