બ્રિક્સ સમિત ૨૦૨૬: ચીનના પ્રમુખ જિનપિંગ ભારત પહોંચ્યા

Modi Xi Jinping Bilateral Meeting | BRICS Summit New Delhi Visit

Chinese President Xi Jinping arrives in Bay Area for APEC, meeting with  Biden

“Look forward to constructive discussions”: India welcomes Chinese  President Xi Jinping on arrival in New Delhi for BRICS Summit

આજે ભારતમાં બ્રિક્સ દેશોના ૧૮ મા શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે. પુતિન અને ઇરાનના પ્રમુખ પહેલાથી જ ભારતમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી પહોંચશે. વડાપ્રધાન મોદી બ્રિક્સ દેશોના જુદા જુદા પ્રમુખ સાથે બેઠક કરીને અનેક મહત્ત્વના કરારો કરી દુનિયાને મોટો સંદેશ આપવા જઇ રહ્યા છે. તો જાણી લો આજનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે?

BRICS સમિટ 2026 : ચીનના પ્રમુખ જિનપિંગ ભારત પહોંચ્યા, રાષ્ટ્રપતિ મૂર્મુએ ઈરાની સમકક્ષ પેઝેશ્કિયાન સાથે કરી મુલાકાત

બ્રિક્સ સમિટનો આજનો કાર્યક્રમ…

સવારે ૧૦:૦૦ વાગ્યે : વડાપ્રધાન મોદી હૈદરાબાદ હાઉસમાં ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલી સાથે મુલાકાત કરશે.

સવારે ૧૦:૩૦ વાગ્યે : વડાપ્રધાન મોદીની મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે બેઠક યોજાશે.

સવારે ૧૧:૦૦ વાગ્યે : અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત થશે.

સવારે ૧૧:૩૦ વાગ્યે : વડાપ્રધાનની વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક યોજાશે. આ જ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઇરાની સમકક્ષ મસૂદ પેઝેશ્કિયાન સાથે બેઠક યોજાશે.

બપોરે ૦૨:૦૦ વાગ્યે : બ્રિક્સ શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓનું ભારત મંડપમના લેવલ ૨ પર આગમન થશે. બપોરે ૦૨:૩૫ વાગ્યે સમિટ હોલમાં “સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવું” વિષય પર ક્લૉઝ સેશન યોજાશે.

સાંજે ૦૪:૨૫ વાગ્યે : નેતાઓ ભારત મંડપમના હોલ ૧૪ માં ‘ભારત ઇનોવેટ્સ પ્રદર્શન’ નું અવલોકન કરશે. સાંજે ૦૫:૦૫ વાગ્યે ભારત મંડપમની બહારના લોનમાં ફેમિલી ફોટો થશે અને ૦૫:૧૦ વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.

સાંજે ૦૫:૪૫ વાગ્યે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક ભારત મંડપમમાં થશે.

રાત્રે ૦૭:૩૦ વાગ્યે : વડાપ્રધાનની યજમાનીમાં ભારત મંડપમના લેવલ ૩ પર ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *