અંબાલાલ પટેલની આવી ગઈ નવી આગાહી

ગુજરાતમાં ચોમાસાની વિદાય નજીક હોવા છતાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેલૈયાઓની ચિંતા વધી શકે છે
આ આગાહીથી નવરાત્રિના ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી શકે છે. આગાહી મુજબ હસ્ત નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અને ઓક્ટોબરની શરૂઆત સુધી વરસાદી અસર જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ પણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ ના અમદાવાદ કેન્દ્ર મુજબ ૧૮ સપ્ટેમ્બરે અમદાવાદમાં ૪૭.૬ મિમી વરસાદ નોંધાયો હતો અને ૧૯-૨૦ સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી હતી.

વરસાદી ચેતવણી આપવામાં આવી છે

ભારતીય હવામાન વિભાગ એ ૧૯ સપ્ટેમ્બરથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે અને ગુજરાત માટે પણ વરસાદી ચેતવણી આપવામાં આવી છે. આમ, નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે કે નહીં તે અંગે અંતિમ સ્થિતિ નજીકની તારીખોમાં હવામાન વિભાગની આગાહીઓથી વધુ સ્પષ્ટ થશે. ખેલૈયાઓ અને આયોજકો માટે આગામી દિવસોના હવામાન અપડેટ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
