અધ્યક્ષ સહિત ત્રણ પદો પર વિજય

હાઇ-પ્રોફાઇલ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ) ના ચૂંટણી પરિણામોમાં ભાજપ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન એબીવીપી એ શાનદાર પ્રદર્શન કરતા કેન્દ્રીય પેનલના ચારમાંથી ત્રણ પદો પર જીત મેળવી છે. કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈ એકપણ પદ જીતી શકી નથી

હાઇ-પ્રોફાઇલ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ) ના ચૂંટણી પરિણામોમાં ભાજપ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન એબીવીપી એ શાનદાર પ્રદર્શન કરતા કેન્દ્રીય પેનલના ચારમાંથી ત્રણ પદો પર જીત મેળવી છે. એબીવીપી એ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવના ત્રણ મુખ્ય પદો પર જીત મેળવી છે, જ્યારે અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીન ઉપપ્રમુખ પદ પર બાજી મારી છે. કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈ ને આ ચૂંટણીઓમાં કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે. તે એકપણ પદ જીતી શકી નથી.

એબીવીપી એ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદ પર જીત મેળવી
કોંગ્રેસ ચાર કેન્દ્રીય પેનલ પદોમાંથી એક પણ પદ જીતી શકી નહીં, જ્યારે એબીવીપી એ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવના મુખ્ય પદો પર જીત મેળવી છે. એબીવીપી ના યશ ડબાસને પ્રમુખ પદ માટે ૨૪,૫૭૬ મત મળ્યા. યશ ડબાસે એનએસયુઆઈ ના વિજય શંકર મીણાને ૨,૦૫૩ મતોના માર્જિનથી હરાવ્યો હતો. વિજય મીણાને ૨૨,૫૨૩ મત મળ્યા હતા.

અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીન ઉપપ્રમુખ પદ પર વિજયી
અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીન મોટો અપસેટ સર્જતા ૩૦,૬૧૫ મતો સાથે ઉપપ્રમુખ પદ પર વિજયી થયો છે. તેને એનએસયુઆઈ તરફથી ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. સેન્ટ્રલ પેનલના મહત્વપૂર્ણ ઉપાધ્યક્ષ પદ માટે અપક્ષ ઉમેદવાર તરીકે આ વિજય આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે એબીવીપી એ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદ પર જીત મેળવી હતી, જ્યારે એનએસયુઆઈ એ ઉપપ્રમુખ પદ પર જીત મેળવી હતી.

એનએસયુઆઈ ને ફટકો
સંયુક્ત સચિવ પદ માટે એબીવીપી ના ઉમેદવાર લક્ષ્ય રાજ સિંહને ૧૬,૬૧૫ મત મળ્યા હતા, જ્યારે સમાજવાદી છાત્ર સભાના ઉમેદવારને ૧૫,૭૭૮ મત મળ્યા હતા. દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સચિવ પદ માટે, એબીવીપી ઉમેદવાર રિયા છાવડીને ૨૧,૬૫૦ મત મળ્યા હતા, જ્યારે એનએસયુઆઈ ઉમેદવારને ૧૪,૮૬૯ મત મળ્યા હતા. આ ચૂંટણી પરિણામ કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. એનએસયુઆઈ એક પણ સેન્ટ્રલ પેનલ પદ જીતી શકી નથી.

૩ વર્ષમાં સૌથી વધારે વોટિંગ
આ વર્ષે એબીવીપી, એનએસયુઆઈ અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ગઠબંધન સહિત મુખ્ય વિદ્યાર્થી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરનાર કુલ ૨૦ ઉમેદવારોએ ડીયુએસયુ ચૂંટણી લડી હતી. દિલ્હી યુનિવર્સિટીમાં ડીયુએસયુ ચૂંટણી માટે શુક્રવારે બે તબક્કામાં ૫૨ મતદાન મથકો પર કુલ ૪૦.૪૬ % મતદાન નોંધાયું હતું, જે છેલ્લા ૩ વર્ષમાં સૌથી વધુ છે. ગયા વર્ષે મતદાન ૩૯.૫ % થયું હતું.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
