એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે વિમેન્સ ટી-૨૦ ની ફાઈનલમાં શ્રીલંકાને ૧૪૭ રનથી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમનો આ સતત બીજો ગોલ્ડ મેડલ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે વિમેન્સ ટી20ની ફાઈનલમાં શ્રીલંકાને ૧૪૭ રનથી હરાવ્યું હતું. શ્રીલંકાને સિલ્વર મેડલ મળ્યો છે. જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને ૩૧ રનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે ૨૧૬ રનનો જંગી સ્કોર બનાવ્યો
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને ઋચા ઘોષની શાનદાર બેટિંગની મદદથી ભારતે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૧૬ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી શ્રીલંકાની શરુઆત કંગાળ રહી હતી. ટીમે ક્યારેય લક્ષ્યની નજીક પહોંચવાની સ્થિતિમાં ન હતું અને ૧૫.૪ ઓવરમાં માત્ર ૬૯ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

દીપ્તિ શર્માએ ૬ રનમાં ૩ વિકેટ ઝડપી
શ્રીલંકાની બેટીંગની વાત કરીએ તો કેપ્ટન ચમારી અટાપટ્ટુ, કવિશા દિલ્હારી અને વિકેટકિપર કૌશાની નુથ્યાંગના સિવાય કોઈ પ્લેયર ન ડબલ ફિગરને સ્પર્શી શકી ન નથી. ભારત તરફથી દીપ્તિ શર્માએ ચાર ઓવરમાં ૬ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્મા ઉપરાંત શ્રેયંકા પાટિલ અને શેફાલી વર્માએ ૨-૨ વિકેટ ઝડપી હતી.

સ્મૃતિ મંધાનાના ૪૫ બોલમાં ૭૯ રન
ભારતીય ઇનિંગ્સની વાત કરીએ તો સ્મૃતિ મંધાનાએ ૭૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી. મંધાનાએ ૪૫ બોલમાં ૫ ફોર અને ૭ સિક્સર સાથે ૭૯ રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ ૨૯ બોલમાં ૩ ફોર અને ૩ સિક્સર સાથે ૪૮ રન બનાવ્યા હતા. જ્યારે ઋચા ઘોષ ૨૨ બોલમાં ૬ ફોર અને ૩ સિક્સર સાથે ૪૯ રને અણનમ રહી હતી.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

